• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તાજીકિસ્તાનમાં ભૂકંપના તેજ ઝાટકા, રિક્ટર સ્કેલ પર 6.8ની તીવ્રતા

|

ધૂસાન્બેઃ ચીન અને અફઘાનિસ્તાનની સીમા પરના સેન્ટ્રલ એશિયાના દેશ તાજીકિસ્તાનમાં આજે ભૂકંપના તેજ ઝાટકા મહેસૂસ થયા. ભૂકંપના આ ઝાટકા તાજીકિસ્તાનની રાજધાની ધૂસાન્બેથી 341 કિમી દૂર મહેસૂસ થયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.8 નોંધાણી. જાણખારી મુજબ ભૂકંપના ઝાટકા સવારે 7 વાગ્યે મહેસૂસ થયા હતા.

જણાવી દઇએ કે ભારતમાં પાછલા થોડા સમયથી વારંવાર ભૂકંપ આવી રહ્યો છે. પાછલા 24 કલાકમાં ગુજરાતમાં ત્રણથી વધુ વખત ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા છે. ભારત જ નહિ દુનિયાના કેટલાય દેશોમાં ભૂકંપના તેજ ઝાટકા મહેસૂસ થઇ રહ્યા છે. VolcanoDiscovery મુજબ પાછલા 24 કલાકમાં દુનિયાભરના 163થી વધુવાર ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા છે. અમેરકા, જાપાન, ઇન્ડોનેશિયા, ચિલી, તુર્કી સહિત 12થી વધુ દેશોમા પાછલા એક દિવસમાં કેટલીયવાર ભૂકંપના તેજ ઝાટકા મહેસૂસ થયા છે.

રિપોર્ટ્સ મુજબ કંપનના કારણે ધરતી વારંવાર ધ્રૂજી રહી છે. સૌથી વધુ ભૂકંપના ઝાટકા 14 દેશોમાં મહેસૂસ થયા છે, જેમાં આઇલેન્ડ્સ, ઈન્ડોનેશિયા, ચિલી, બોલિવિયા, અર્જેન્ટીનાની સાથોસાથ તુર્કી, ફિલિપાઇન્સ, પેરૂ, ટોંગા, રશિયા, ઈરાનમાં પણ ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા છે. તુર્કીમાં સૌથી વધુ 5.9ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. જ્યારે ગુજરાતમાં 5.5ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. આ દેશોમાંથી ભારત, તુર્કી, જાનપાન, મોરિશિયસ, ઈરાન, રશિયા, સોલોમન આઇલેન્ડ્સ અને ઈન્ડોનેશિયામાં 24 કલાકમાં 5થી વધુ તીવ્રતાના ઝાટકા મહેસૂસ થયા છે. જાણકારો મુજબ ધરતીની નીચેની ટેક્ટોનિક પ્લેટો વચ્ચે ટકરાવ અને દૂરી વધતી જઇ રહી છે, જેના કારણે ભૂકંપ આવે છે.

એક દિવસમાં 163 વાર ભૂકંપ આવ્યો, ભારત સહિત દુનિયાભરના 12થી વધુ દેશોમાં ભૂકંપના ઝાટકા

English summary
6.8 magnitude earthquake shakes Tajikistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X