• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ન્યુઝીલેન્ડ નજીક 6.8ની તીવ્રતાનો ભૂકંપ

By Super
|

બેઇજિંગ, 21 જુલાઇઃ ન્યુઝીલેન્ડના દક્ષિણી દ્વીપ પર રવિવારે ભૂકંપનો જોરદાર ઝાટકો અનુભવાયો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં આવી છે.

ચીન ભૂંકપ નેટવર્ક કેન્દ્ર અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 41.7 ડિગ્રી દક્ષિણી અક્ષાંશ અને 174.5 ડિગ્રી પૂર્વી દેશાંતર પર 10 કિમીની ઉંડાઇમાં સ્થિત છે. સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર, રવિવારે સવારે પણ એ જ ક્ષેત્રમાં રિક્ટર સ્કેલ પર 5.8ની તીવ્રતાવાળ ભૂકંપનો ઝાટકો અનુભવાયો હતો અને ત્યારબાદ ભૂકંપના હળવા ઝાટકા આવતા રહ્યાં.

ન્યુઝીલેન્ડ સરકારની ભૂગર્ભીય એજન્સી, જીએનએમ સાયન્સે કહ્યું કે, સ્થાનિક સમાચાર અનુસાર સાંજે 5 વાગ્યે રિક્ટર સ્કેલ પર 6.5ની તીવ્રતાનો ભૂકંપનો ઝાટકો અનુભવાયો હતો. તેનું કેન્દ્ર બિન્દુ બ્લેનહીમ નજીક સેડાનની 30 કિમી પૂર્વ અને 17 કિમી ઉંડાણમાં છે. સવારે 7.17 વાગ્યે પણ 5.8 તીવ્રતાનો ભૂંકપનો ઝાટકો અનુભવાયો, જેનું કેન્દ્ર બિન્દુ બ્લેનહીમ નજીક 19 કિમી ઉંડાણમાં હતું. જીએનએસ સાયન્સે ભૂકંપના બન્ને ઝાટકાને ગંભીર બતાવ્યા છે.

તેમનું કહેવું છે કે વધું ઝાટકા આવી શકે છે. નાગરીક સુરક્ષા વિભાગે કહ્યું કે, અત્યારસુધી ભૂકંપથી કોઇ જાનમાલનું નુક્સાન થયું હોવાના સૂચન નથી. ભૂકંપના કારણે વેલિંગટનની આસપાસ તમામ રેલવે સેવાઓ રોકી દેવામાં આવી છે. ટ્રાન્ઝમેટ્રોની પરિચાલનમાં મોડું થવાની સંભાવના છે. આ પહેલા શુક્રવારે કુક સ્ટ્રેટમાં રિક્ટર સ્કેલ ર 5.7ની તીવ્રતાનો ભૂકંપનો ઝાટકો નોંધાયો હતો.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X