For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કારણ કે દરેક તસવીર કંઇક કહે છે

|
Google Oneindia Gujarati News

એક ફોટો ધણીવાર ધણું કહી જાય છે. ધણીવાર શબ્દો જે વસ્તુને અભિવ્યક્ત નથી કરી શકતા તે વસ્તુ એક ફોટો ચૂપચાપ કરી દે છે. આવા જ કેટલાક રસપ્રદ ફોટોઓ અમે આજે તમને બતાવીશું, જે એવું ધણુ બધુ કહી દે છે, જે શબ્દો નથી કહી શકતા.

દુનિયાભરમાં હંમેશા કંઇને કંઇ થતું રહે છે. અને ધણીવાર હાર્ડકોર ન્યૂઝની વચ્ચે આપણે એવા ધણા સમાચારો નથી જોતા જેમાં કદાચ કોઇની હત્યા, ખૂન, મારધાડ નહીં હોય પણ બસ એક માણસ તરીકેની આપણી અભિવ્યક્તિઓ હશે.

આવા જ કેટલાક ફોટોને દુનિયાના અલગ અલગ દેશમાં પાડવામાં આવ્યા છે પણ તેમાં અને આપણામાં એક જેવી જ સમાનતા છે. તો આવા જ કેટલાક ખાસ ફોટોઓને જુઓ અમારા આ સ્લાઇડર "તસવીરોની દુનિયા"માં

લંડન

લંડન

જ્યોર્જિયા નામની આ ચાર વર્ષની છોકરીના નાક પર "પ્લેન ટાઇગર" પ્રજાતિનું એક પતગિયું આવીને બેસી ગયું. બસ પછી તો આ છોકરી ચૂપચાપ હલ્યા વગર ઉભી રહી ગઇ. લંડનના નેશનલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં પતંગિયાનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું જે દરમિયાન આ ફોટો પાડવામાં આવ્યો છે.

બેઇજિંગ

બેઇજિંગ

ફેન્ચ ફેશન હાઉસ લૂઇસ વીટન દ્વારા એક પ્રદર્શન યોજાયું. જેમાં ચંદ્રની વિવિધ ઇમેજો અરીસામાં પ્રોજેક્ટ કરાઇ. ત્યારે આ ઇમેજોનો ફોટો અને તેને લેનારનો ફોટો કંઇક આ રીતે આવ્યો.

બુકારેસ્ટ

બુકારેસ્ટ

"પિલો ફાઇટ" નાનપણમાં તમે તકિયાથી લડાઇ તો કરી છે ને? તો આ સાંભળો, રોમાનિયામાં દર વર્ષે આંતરાષ્ટ્રિય પિલો ફાઇડ ડે ઉજવાય છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો તકિયો લઇને રસ્તા પર આવી ગયા, ઝપાઝપી કરવા.

ટોપેકા

ટોપેકા

આ શનિવારે જ્યારે ચંદ્રગ્રહણ થયું ત્યારે યુ.એસના ટોપેકા શહેરમાં કંઇક આવી રીતે તે ગ્રહણ દેખાયું. ટોપેકાના કાન્સાસ સ્ટેટહાઉસમાં કાન્સ ઇન્ડિયનની મૂર્તિ પાછળથી જોવાતા ચંદ્રગ્રહણને જોઇને લાગે છે હમણાં આ રેડ ઇન્ડિય ચંદ્ર પર તીર છોડી મૂકશે.

જેરુસલમ

જેરુસલમ

જેરુસલમમાં પવિત્ર કબ્રના ચર્ચમાં ઇસાઇ પાદરીઓ હાથમાં કેન્ડલ લઇને ભગવાન ઇસુની કબરની ફરતે પ્રદક્ષિણા લઇ રહ્યા છે.

ટોકિયો

ટોકિયો

જાપાનમાં બધે જ ચેરી બ્લોઝમ પૂર્ણ સ્વરૂપે ખીલી ઉઠ્યા છે. આ ફૂલોના આગમનમાં અહીં ઉત્સવ ઉજવાય છે. જેમાં જાપાની જેન ચિકિત્સકો પરંપરાગત કપડાઓ પહેરી માથે વાંસની બાસ્કેટ અને વાંસળી વગાડતા પરેડ નીકાળે છે. જો કે આ વાંસની બાસ્કેટથી તેમને કેટલું દેખાતું હશે તે વિચારવા લાયક બાબત છે!

English summary
6 April: Read Today's top world news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X