For Quick Alerts
For Daily Alerts
પેરુ-બોલિવિયા બોર્ડર પર 7.2ની તીવ્રતાનો ભૂકંપ, ભારતમાં ઝાટકા અનુભવાયા!
લીમા, 26 મે : ગુરુવારે સાંજે પેરુ-બોલિવિયા સરહદે મોટો ભૂકંપ આવ્યો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.2 જણાવવામાં આવી રહી છે. તેનું કેન્દ્ર પેરુના પર્વતીય પ્રદેશ તિરાપાતામાં જોવા મળ્યુ છે. પ્રારંભિક સર્વે મુજબ ભૂકંપ 135 માઈલની ઉંડાઈએ જોવા મળ્યો હતો.
આ સ્થળ પેરુની રાજધાની લિમાથી માત્ર 5 કિલોમીટર દૂર છે. આ અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. હાલમાં ભૂકંપ બાદ સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. આ સાથે ભૂકંપમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
અરુણાચલ પ્રદેશના તવાંગમાં ગુરુવારે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.7 જણાવવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર તવાંગથી 506 કિમી ઉત્તરમાં 10 કિમીની ઊંડાઈએ હતું.
Comments
English summary
7.2 magnitude earthquake shakes Peru-Bolivia border
Story first published: Thursday, May 26, 2022, 21:59 [IST]