For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓસ્ટ્રેલિયામાં સાત મૃતકોને જીવિત કર્યા નવી ટેકનોલોજીએ

|
Google Oneindia Gujarati News

મેલબોર્ન, 14 મે : ઓસ્ટ્રેલિયામાં એક કરિશ્મા થયો છે. આ કરિશ્મા એક ખાસ ટેકનોલોજીની ટેકનિકની મદદથી શક્ય બન્યો છે. અહીં 30 વર્ષની એક વ્યક્તિને ક્લિનિકલી ડેડ જાહેર કરાયાની જાહેરાત બાદ ખાસ ટેકનિકની મદદથી ફરી જીવિત કરવામાં સફળતા મળી છે. આનો શ્રેય જાય છે ઓસ્ટ્રેલિયાની વૃતકને જીવિત કરવાની અનોખી ટેકનોલોજીને. જો કે આ ટેકનોલોજી અને ટેકનિક હજી ટ્રાયલ હેઠળ છે.

વિક્ટોરિયાના કોલિન ફિડલરને હ્રદયની બિમારી હતી. અલ્ફેડ હોસ્પિટલમાં તેઓ 40થી 60 મીનિટ સુધી મૃત અવસ્થામાં પડ્યા રહ્યા હતા. પરંતુ નવી ટેકનિકના ઉપયોગથી તેઓ ફરી જીવિત થઇ શક્યા છે. મર્યા બાદ ફરી જીવિત થનાર તેઓ એક માત્ર વ્યક્તિ નથી. આ ટેકનિકથી હાર્ટ એટેકનો ભોગ બનીને મૃત્યુ પામેલી અન્ય બે વ્યક્તિઓ પણ જીવિત થઇ ચૂકી છે.

આ હોસ્પિટલમાં બે નવી મશીનો મિકેનિકલ સીપીઆર મશીન અને પોર્ટેબલ હાર્ટ લંગ મશીનની ટ્રાયલ ચાલી રહી છે. સીપીઆર હ્રદયને સતત દબાવતા રહેવાનું કામ કરે છે. બીજી તરફ હાર્ટ લંગ મશીન દર્ધીના જરૂરી અંગો જેવા કે મગજ, દ્રદય વગેરે સુધી ઓક્સિજન અને લોહી પહોંચાડવાનું કામ કરે છે.

the-alfred-hospital-austrelia

હેરાલ્ડ સનના જણાવ્યા અનુસાર પાછલા વર્ષે ફિડલરને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને 40 મીનિટ સુધી ક્લિનિકલી ડેડ માનવમાં આવ્યા હતા. હવે એક વર્ષ બાદ તેમનું કહેવું છે કે "હું કેટલો નસીબદાર છું, એ શબ્દોમાં વ્યક્ત કરી શકું એમ નથી."

અત્યાર સુધી ઓટો પલ્સ મશીન અને એક્સ્ટ્રા કોરપોરિયલ મેબ્રેન ઓક્સિજિનેશન ટેકનોલોજીની મદદથી સાત કાર્ડિયાક દર્દીઓનો ઇલાજ કરવામાં આવી ચૂક્યો છે. આ ટોકનોલોજી ડોક્ટરને હાર્ટ એટેક શા માટે આવ્યો તેનું કારણ સમજવામાં મદદ કરે છે. આ દ્વારા ડોક્ટર વાસ્તવિક મુશ્કેલીનો ઉકેલ લાવી શકે છે. આ સમયગાળા દરમિયાન મશીન લોહી અને ઓક્સિજનનો સપ્લાય ચાલુ રાખે છે. તેના કારણે કાયમી વિકલાંગતાનો ખતરો પણ ઓછો થાય છે.

English summary
7 dead man comes alive with new technology in Australia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X