India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાન: ડ્રોન હુમલામાં સાત આતંકવાદીઓના મોત

|
Google Oneindia Gujarati News
ઇસ્લામાબાદ, 8 જાન્યુઆરી: પાકિસ્તાનમાં અમેરિકા દ્વારા કરવામાં આવી રહેલા ડ્રોન હુમલાઓ સતત ચાલુ છે. પાકિસ્તાની ચેનલ જિયો ન્યૂજે જણાવ્યું કે આવતી કાલે રાત્રે પાકિસ્તાનના પશ્ચિમોત્તર કબાયલી વિસ્તારમાં થયેલા ડ્રોન હુમલામાં સાત લોકો માર્યા ગયા છે.

ચેનલના જણાવ્યા અનુસાર અત્રેના હૈદર ખેલ નામના સ્થળ પર મિસાઇલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ચાર લોકોના મોત થયા હતા. અત્રેના જ એક અન્ય ક્ષેત્ર ખાસો વિસ્તારમાં ઘણા મિસાઇલ હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં પણ ત્રણ લોકોના મોત થયા છે. મરનારાઓમાં ચાર આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે.

આ પહેલા રવિવારે થયેલા હુમલામાં દક્ષિણી વજીરીસ્તાનમાં 16 લોકો માર્યા ગયા હતા જેમાં તાલિબાની નેતા વલી મોહમ્મદ ઉર્ફ તુફાનનો પણ સમાવેશ થાય છે. જોકે તાલિબાન પ્રમુખ હકીમુલ્લાહ મહસૂદના ચચેરા ભાઇનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ ડ્રોન હુમલા અમેરિકા દ્વારા સંચાલિત છે. ગયા અઠવાડિએ થયેલા ડ્રોન હુમલામાં મુલ્લા નજીર પણ માર્યો ગયો હતો.

English summary
including 4 terrorist 7 people died in drone attacks in Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X