India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનની ગુમ થયેલ ટેનિસ સ્ટાર પેંગ શુઆઈનો નવો વીડિયો આવ્યો સામે

|
Google Oneindia Gujarati News

બેઈજિંગઃ ચાઈનીઝ સ્ટેટ મીડિયાએ શનિવારે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં ટેનિસ સ્ટાર પેંગ શુઆઈને હસતી અને હેમખેમ બતાવવામાં આવી છે. આ ગુમ થયેલ ટેનિસ સ્ટાર વિશે જાણવા માટે ચીન પર આંતરરાષ્ટ્રીય દબાણ વધી ગયુ હતુ માટે આ ગુમ થયેલ ટેનિસ સ્ટારનો આ વીડિયો બતાવવામાં આવ્યો. પેંગ શુઆઈ નામની ટેનિસ સ્ટારે એક પૂર્વ ઉપ પ્રધાનમંત્રી પર યૌન સંબંધ બનાવવા માટે મજબૂર કરવાનો આરોપ લગાવ્યો હતો. ગ્લોબલ ટાઈમ્સ અખબારના સંપાદક હુ શીજીન દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલ બે વીડિયોમાંથી એકમાં 35 વર્ષીય ટેનિસ સ્ટાર કોટ, કેપ અને માસ્ક પહેરીને એક રેસ્ટોરાંમાં ચાલતી દેખાઈ રહી છે. બીજા વીડિયોમાં બે વાર ગ્રાંડ સ્લેમ ડબલ્સ ચેમ્પિયન પેંગ શુઆઈએ માસ્ક પહેર્યુ નથી અને તે ટેબલ પર જમતી વખતે લોકો સાથે વાત કરી રહી છે. જો કે એએફપી વીડિયોની પ્રામાણિકતાની પુષ્ટ કરી શક્યુ નથી.

પેંગ શુઆઈ દોસ્તો સાથે કરી રહી છે ડિનર

પેંગ શુઆઈ દોસ્તો સાથે કરી રહી છે ડિનર

હુએ ટ્વિટર પર અંગ્રેજીમાં લખ્યુ કે, 'બીજો વીડિયો બતાવે છે કે પેંગ શુઆઈ પોતાના કોચ અને દોસ્તો સાથે એક રેસ્ટોરામાં ડિનર કરી રહી હતી. વીડિયો સામગ્રી સ્પષ્ટ રીતે દર્શાવે છે કે તેને શનિવારે બેઈજિંગ સમય પર શૂટ કરવામાં આવી છે.' વાતચીત ટેનિસ મેચ વિશે થતી રહી. બે અન્ય મહિલાઓ સાથે બેઠેલો એક વ્યક્તિ કહે છે કે 'કાલે 20 નવેમ્બર છે.' પરંતુ મહિલાઓમાંથી એક તેને અટકાવે છે અને કહે છે કે, '21મી છે કે રવિવાર.' આ ચેટ નાટ્યાત્મક હોવાનુ જણાઈ રહ્યુ છે અને સાંજના સમયે તે મોબાઈલ ફોનથી લેવાઈ હતી. ફૂટેજમાં પેંગ આરામ કરતી જોવા મળી રહી છે.

'માત્ર આ વીડિયો પૂરતો નથી'

પૂર્વ ઉપપ્રમુખ ઝાંગ ગાઓલી કે જે હવે તેમના 70ના દાયકામાં છે તેમણે ઘણા વર્ષોથી ચાલી રહેલા સંબંધો દરમિયાન તેને સેક્સ માટે બળજબરી કરી હોવાનો આક્ષેપ કર્યા પછી ટેનિસ સ્ટાર પેંગ શુઆઈ આ મહિનાની શરૂઆતથી જ સાર્વજનિક રીતે જોવા મળી નથી. ચીની સોશિયલ મીડિયા સાઈટ વીબો પર કરાયેલા દાવાને ટ્વિટર જેવા પ્લેટફૉર્મથી તરત જ હટાવી દેવામાં આવ્યો અને પેંગનુ ઠેકાણુ ત્યારથી જ એક રહસ્ય બનેલુ છે. નવા વીડિયોમાં મહિલા ટેનિસ સંઘના બૉસ સ્ટીવ સાઈમને કહ્યુ કે જ્યારે તે ફોટા જોઈને ખુશ હતા, એ સ્પષ્ટ નથી તે ફ્રી છે અને નિર્ણય લેવા અને કોઈ જબરદસ્તી કે બહારની હસ્તક્ષેપ વિના પોતાના દમ પર કાર્યવાહી કરવામાં સક્ષમ છે કે નહિ. સાઈમને એક નિવેદનમાં કહ્યુ, 'માત્ર આ વીડિયો પૂરતો નથી. હું એ વિશે સ્પષ્ટ છુ કે શું થવાની જરૂર છે અને ચીન સાથે અમારા સંબંધો એક ક્રોસ રોડ પર છે.'

વીડિયોની પ્રામાણિકતાની ખરાઈ કરી શકાઈ નથી

વીડિયોની પ્રામાણિકતાની ખરાઈ કરી શકાઈ નથી

અમેરિકી સરકાર અને સંયુક્ત રાષ્ટ્ર સહિત ખેલ જગત જાણવા ઈચ્છે છે કે પેંગ ક્યાં છે અને કેવી છે. પેંગના હસતા ફોટા ચીનના સ્ટેટ અધિકૃત ટ્વિટર પર શુક્રવારે મોડી રાતે સામે આવ્યા પરંતુ તેની પ્રામાણિકતાની ખરાઈ કરી શકાઈ નથી અને યુઝરે એએફપીની કમેન્ટ માટેની વિનંતીનો પણ કોઈ જવાબ આપ્યો નથી. ટ્વિટર અકાઉન્ટ @shen_shiwei દ્વારા ચાર તારીખ વિનાના ફોટા પોસ્ટ કરવામાં આવ્યા જેના પર ચીની સ્ટેટ અધિકૃત મીડિયાનુ લેબલ લગાવવામાં આવ્યુ હતુ. એક ફોટામાં હસતી પેંગના હાથમાં એક બિલાડી છે. જેના બેકગ્રાઉન્ડાં જાનવર, એક ટ્રૉફી અને ચાઈનીઝ ફ્લેગ દેખાય છે. એક અન્ય ફોટાના બેકગ્રાઉન્ડમાં વિની ધ પૂહનો ફોટો છે. ચીનમાં બાળકોના કેરેક્ટરને ઘણીવાર ઑનલાઈન સેન્સર કરવામાં આવે છે કારણકે ટીકાકારોનુ કહેવુ છે કે ચીની નેતાશી જિનપિંગ કાર્ટૂન સાથે મળતા આવે છે. ફોટા સામે આવ્યા બાદ હુએ ટ્વિટ કર્યુ, 'છેલ્લા થોડા દિવસોમાં તે પોતાના ઘરમાં રહી, તે તણાવમાં નહોતી રહેવા માંગતી. તે સાર્વજનિક રીતે દેખાશે અને ટૂંક સમયમાં અમુક ગતિવિધિઓમાં ભાગ લેશે.'

વ્હાઈટ હાઉસે પેંગ વિશે માંગ્યા પ્રમાણ, વ્યક્ત કરી ચિંતા

વ્હાઈટ હાઉસે પેંગ વિશે માંગ્યા પ્રમાણ, વ્યક્ત કરી ચિંતા

વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ કહ્યુ કે રાષ્ટ્રપતિ જો બાઈડેનનુ પ્રશાસન ઈચ્છે છે કે ચીન પેંગના ઠેકાણાની સ્વતંત્ર, ખરાઈ યોગ્ય પ્રમાણ આપે. તેમણે ખેલાડી માટે ચિંતા પણ વ્યક્ત કરી. સંયુક્ત રાષ્ટ્રએ પેંગ દ્વારા ગાઓલી સામે કરાયેલા દાવાઓની સંપૂર્ણ પારદર્ષી તપાસ પર જોર આપ્યુ. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયના પ્રવકતા લિઝ થ્રોસેલે જિનિવામાં પત્રકારોને કહ્યુ, 'તેમના ઠેકાણા અને સકુશળના પુરાના હોવા મહત્વપૂર્ણ રહેશે. અમે તેના યૌન ઉત્પીડનના આરોપમાં પૂરી પારદર્શિતા સાથે તપાસની માંગ કરી રહ્યા છે.' ટેનિસના મહાન સ્ટાર રોજર ફેડરરે પણ શનિવારે સ્કાઈ ન્યૂઝ પર કહ્યુ, 'તે અમારા ટેનિસ ચેમ્પિયનમાંની એક છે. એક પૂર્વ વિશ્વ નંબર એક છે. સ્પષ્ટ રીતે આ ચિંતા રૂપ છે. મને આશા છે કે તે સુરક્ષિત છે.'

ચીને કોઈ પણ ટિપ્પણી કરવાનો કર્યો ઈનકાર

ચીને કોઈ પણ ટિપ્પણી કરવાનો કર્યો ઈનકાર

ચીન વારંવાર આ મુદ્દે ટિપ્પણી કરવાનો ઈનકાર કરતુ રહ્યુ છે. આ સપ્તાહની શરૂઆતમાં રાજ્ય દ્વારા સંચાલિત સીજીટીએમે ટ્વિટર પર એક સ્ક્રીનશૉટ પ્રકાશિત કર્યો હતો જેમાં કહેવામાં આવ્યુ હતુ કે આ પેંગ દ્વારા ડબ્લ્યુટીઓને લખવામાં આવેલ એક ઈમેલ હતો જેણે પેંગ સુરક્ષિત અને સારી છે તે જાણવા ન મળે ત્યાં સુધી ચીન સાથે આકર્ષક કૉન્ટ્રાક્ટ ખતમ કરવાની ધમકી આપી છે. તેમાં પેંગનો દાવો છે કે 'તેના પહેલાના આરોપ સાચા નથી' અને 'તે ઘરે આરામ કરી રહી છે' અને 'બધુ ઠીક છે.' જો કે વિચિત્ર ભાષા અને સ્ક્રીનશૉટમાં દેખાતા કર્સર શંકાસ્પદ હતા. તમને જણાવી દઈએ કે પેંગે બેઈજિંગ, લંડન અને રિયો ડી જાનેરો ઓલિમ્પિકમાં ચીનનુ પ્રતિનિધિત્વ કર્યુ અને 2010 એશિયાઈ રમતોમાં ચીન માટે સુવર્ણ પદક જીત્યો હતો. તે પૂર્વ વિમ્બલડન અને ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન રહી ચૂકી છે.

English summary
A new video of missing Chinese tennis star Peng Shuai has surfaced
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X