કાબુલમાં જોરદાર બ્લાસ્ટ, ઘણા ફૂટબૉલ ખેલાડીઓ ઘાયલ
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સોમવારે જોરદાર બ્લાસ્ટ થયો છે. સવારે લગભગ 9 વાગ્યે થયેલા આ ધમાકામાં હજુ સુધી આ વાતની જાણકારી નથી મળી શકી કે તેમાં કેટલા લોકો ઘાયલ થયા છે અને કેટલા લોકો માર્યા ગયા છે. સૂત્રો અનુસાર જણાવવામાં આવ્યું છે કે ધમાકો પોલીસ ડિસ્ટ્રિક્ટ 16 થી નજીક પુલ-એ-મોહમ્મદ ખાન વિસ્તારમાં થયો. નજરે જોનાર લોકો ઘ્વારા જણાવવામાં આવ્યું કે બ્લાસ્ટ વાળી જગ્યાથી ફાયરિંગનો અવાઝ પણ આવી રહ્યો હતો.
રવિવારે હુમલામાં 26 લોકોની મૌત
અફઘાનિસ્તાન ફૂટબોલ ફેડરેશનના અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે વિસ્ફોટમાં તેમના ઘણા સ્ટાફ સભ્યો અને ખેલાડીઓ ઘાયલ થયા છે. તેની સાથે તેમના કમ્પાઉન્ડને પણ ભારે નુકશાન થયું છે. રવિવારે અફઘાનિસ્તાનમાં એક આતંકવાદી હુમલો પણ થયો હતો. આ હુમલામાં અફઘાન સુરક્ષા દળના 26 સૈનિકો માર્યા ગયા હતા અને આઠ લોકો ઘાયલ થયા હતા. આ હુમલો ઉત્તરી બાગલાન પ્રાંતના નહરીન જિલ્લામાં થયો હતો. જિલ્લાના ચીફ ફઝલુદ્દીન મર્દીએ કહ્યું હતું કે આતંકવાદીઓને નોંધપાત્ર ઇજાઓ પણ થઈ હતી. તે જ સમયે તાલિબાનના પ્રવક્તા જબીબુલ્લા મુજાહિદે કહ્યું હતું કે આ હુમલામાં અફઘાન સૈન્યના ઘણા અફઘાન સૈનિકો માર્યા ગયા હતા. કહેવામાં આવે છે તે કરતાં આ સંખ્યા ઘણી વધારે છે. મુજાહિદના જણાવ્યા અનુસાર આ હુમલામાં કેટલાક વરિષ્ઠ કમાન્ડરો પણ માર્યા ગયા હતા.