મળો: ISIS માટે મજબૂત મંતવ્ય રાખનાર બોલ્ડ એન્ડ બ્યુટીફુલ ક્વીનને

Posted By:
Subscribe to Oneindia News

સામાન્ય રીતે જ્યારે પણ તમે રાજા કે રાણી અંગેની વાતો સાંભળતા હશો ત્યારે તમારા મગજમાં એક અલગ જ દુનિયાની તસવીર બનતી હશે. હાલમાં ISIS વિરૂદ્ધ થઇ રહેલા હુમલાઓમાં જોર્ડન, અમેરિકાની સાથે છે. પરંતુ જ્યારે તમે અહીંની રાણી અંગે જાણશો ત્યારે તમે એક અલગ જ હકીકતથી રૂબરૂ થશો.

ક્વીન રાનિયા ઓફ જોર્ડન, બુદ્ધિ અને સુંદરતાના કેટલાક ઉદાહરણોમાંથી એક છે. રાનિયા-અલ-અબ્દુલા તેમનુ આખુ નામ છે. અને ISISથી લઇને ઇસ્લામમાં મહિલાઓ માટે બનેલા કેટલાક નિયમોને લઇને તેમના મજબૂત મંતવ્યો છે.

 

ક્વીન રાનિયા અરબ દેશોની સૌથી પ્રભાવશાળી મહિલા છે. માત્ર અરબ દેશો જ નહીં પણ યુરોપીય દેશો પણ તેમની સુંદરતા અને બુદ્ધિમતાને માને છે. તેમના માતા પિતા ફિલિસ્તીન મૂળના છે. અને તેમણે ઇજિપ્તની રાજધાની કાઇરોમાંથી પોતાનો અભ્યાસ કર્યો છે.

આગળની સ્લાઇડ્સ પર ક્લીક કરો અને જાણો આ રાણી અંગે કેટલીક ખાસ વાતો.

શું છે ISIS અંગે મંતવ્ય
  

શું છે ISIS અંગે મંતવ્ય

જે સમયે ISISએ સિરીયા અને પલ્માઇરાના એક મંદિરને નષ્ટ કરી નાખ્યુ હતુ ત્યારે ક્વીન રાનિયાએ ISIS સંગઠનને સમાજ અને દુનિયાની વિરૂદ્ધ ગણાવ્યું હતુ.

મુસલમાનો છેડે ISIS વિરૂદ્ધ જંગ
  

મુસલમાનો છેડે ISIS વિરૂદ્ધ જંગ

ક્વીન રાનિયાએ તે સમયે કહ્યું હતુ કે મુસલમાનોએ ISIS વિરૂદ્ધ જંગ છેડવી જોઇએ. તેમનુ માનવુ છેકે ISISને ધર્મ સાથે કોઇ સંબંધ નથી.

હિઝાબ પર ક્વીનનું મંતવ્ય
  
 

હિઝાબ પર ક્વીનનું મંતવ્ય

ક્વીન રાનિયાએ વર્ષ 2008માં આપેલા એક ઇન્ટરવ્યુ દરમ્યાન હિઝાબને મહિલાઓની વ્યક્તિગત પસંદ ગણાવી હતી. તેમણે કહ્યું હતુ કે આજની આધુનિક ઇસ્લામિક મહિલાઓને છુટ આપવી પડશે કે તેમણે શું પહેરવુ છે અને શું નહિં.

વર્જિનીટી અને એડલ્ટ્રી
  

વર્જિનીટી અને એડલ્ટ્રી

જો કોઇ છોકરીએ એડલ્ટ્રી જેવો ક્રાઇમ કર્યો છે કે પછી તેની વર્જિનીટી ગુમાવી છે, તો તેની ઓનર કિલીંગના નામે હત્યા કરી નાખવી જેવા કૃત્યો માટે ક્વીન રાનિયા સખત વિરોધી છે.

ડૉક્ટરની દિકરી અને રાજાની રાણી
  

ડૉક્ટરની દિકરી અને રાજાની રાણી

ક્વીન રાનિયાના પિતા કુવૈતમાં ડૉક્ટર હતા. તેમનો જન્મ કુવૈતમાં જ થયો છે. ત્યારબાદ વર્ષ 1993માં તેમના લગ્ન થયા હતા.

રાજા સાથેની મુલાકાત રસપ્રદ હતી
  

રાજા સાથેની મુલાકાત રસપ્રદ હતી

વર્ષ 1993માં ક્વીન રાનિયાની મુલાકાત એક ડિનરના આયોજન વખતે તે સમયે જોર્ડનના રાજકુમાર અબ્દુલ્લા બિન-અલ-હુસૈન સાથે થઇ હતી. માત્ર ત્રણ દિવસની અંદર લગ્નનો નિર્ણય થયો અને છ મહિનાની અંદર બંનેના લગ્ન થઇ ગયા.

ચાર બાળકોની માતા
  

ચાર બાળકોની માતા

ક્વીન રાનિયા ચાર બાળકોની માતા છે. તેમનો મોટો દિકરો જોર્ડનનો રાજકુમાર પ્રિંસ હુસેન 20 વર્ષનો છે. રાજકુમારી ઇમાન, રાજકુમાર સલમા અને રાજકુમાર હાશિમ તેમના સંતાનો છે.

એપ્પલ અને સીટી બેંક સાથે કામ કર્યું
  

એપ્પલ અને સીટી બેંક સાથે કામ કર્યું

કાઇરોમાં અમેરિકન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યા બાદ અને જોર્ડનની મહારાની બનતા પહેલા ક્વીન રાનિયાએ સિટી બેંકના માર્કેટીંગ ડીપાર્ટમેન્ટમાં કામ કર્યું છે. અને અમ્માનમાં એપ્પલ કમ્પ્યુટર સાથે પણ કામ કર્યું છે.

1999માં મળ્યો હતો રાણીનો દરજ્જો
  

1999માં મળ્યો હતો રાણીનો દરજ્જો

અબ્દુલ્લા બિન-અલ-હુસૈન અને તેમની પત્ની ક્વીન રાનિયાને વર્ષ 1999માં રાજગાદીની સાથે ક્વીન અને કીંગનો દરજ્જો મળ્યો હતો.

સોશ્યિલ મિડીયા પર એક્ટીવ
  

સોશ્યિલ મિડીયા પર એક્ટીવ

વર્તમાન સમયમાં ક્વીન રાનિયા ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ જેવી વેબસાઇટ્સ પર સૌથી વધુ એક્ટીવ છે.

ગરીબી અને શિક્ષા માટે કામ
  

ગરીબી અને શિક્ષા માટે કામ

ક્વીન રાનિયા આજે દુનિયાના અનેક દેશોની સાથે મળીને ગરીબી હટાવો અને શિક્ષાના ક્ષેત્રોમાં સરાહનીય કાર્યો કરી રહ્યાં છે.

છોકરીઓને શિક્ષણ માટે સમર્થન
  

છોકરીઓને શિક્ષણ માટે સમર્થન

ક્વીન રાનિયાને ઇસ્લામીક દેશોની છોકરીઓ માટે ઉચ્ચ શિક્ષણના સમર્થક માનવામાં આવે છે.

ફેશનેબલ
  

ફેશનેબલ

બુદ્ધિમતાની સાથે તે ઘણા સુંદર પણ છે. તેમને વર્ષ 2011માં હાર્પર મેગેઝીને દુનિયાની સૌથી સુંદર મહિલા ઘોષિત કરી હતી.

English summary
Queen Rania of Jordan thinks Muslims should take a strong stand against ISIS. She also hates killing female for losing virginity or on the name of adultery. She is among few most beautiful women of the world.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.