વેલેન્ટાઈન્સ ડે પહેલા વૈજ્ઞાનિકોએ ચેતવ્યા, Kiss અને હગ કરવાથી બચો
દુનિયાભરમાં લોકો કોરોના વાયરસથી ડરેલા છે. લોકોમાં કોરોના વાયરસના સંક્રમણનો ડર છે. ચીનમાં અત્યાર સુધી આ વાયરસના કારણે 1300થી વધુ લોકોના મોત થઈ ગયા છે. એવામાં વેલેન્ટાઈન્સ ડે પહેલા બ્રિટિશ સાયન્ટીસ્ટે લોકોને કિસ અને હગ ન કરવાની સલાહ આપી છે. વૈજ્ઞાનિકે લોકોને કિસિંગ અને હગથી દૂર રહેવાની સલાહ આપી છે. વૈજ્ઞાનિકે કોરોના વાયરસથી ફેલાઈ રહેલ સંક્રમણના કારણે લોકોને કિસ અને ગળે મળવાથી બચવાની સલાહ આપી છે.

કિસિંગ અને હગથી દૂર રહેવાની સલાહ
બ્રિટિશના ક્વીન મેરી યુનિવર્સિટીના પ્રોફેસર જૉન ઑક્સફોર્ટે લોકોને અપીલ કરી છે કે તે ખુદને સુરક્ષિત રાખે. લોકોને કિસ અને ગળે મળવાનુ ટાળે. વેલેન્ટાઈન ડે પહેલા પ્રોફેસરે ઑક્સફોર્ટે એવી સલાહ આપી છે જેનાથી લોકો થોડા નિરાશ પણ છે. પ્રોફેસર ઑક્સફોર્ટે જાનલેવા બિમારીને એક સોશિયલ વાયરસ તરીકે વર્ણિત કરી છે જે લોકો વચ્ચે બહુ નજીક સંપર્રક પર નિર્ભર કરે છે. તેમણે કહ્યુ કે સંપર્ક કપાવાથી તેને હરાવી શકાય છે તેમણે કહ્યુ કે શ્વાસ દ્વારા આ વાયરસ ફેલાઈ રહ્યો છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે કલાકો સુધી નિર્જીવ વસ્તુઓ પર જીવિત રહી શકે છે અને લોકોને સંક્રમિત કરી શકે છે.

અત્યાર સુધી 1300થી વધુ લોકોના મોત
આ વાયરસના કારણે ચીનમાં અત્યાર સુધી 1300 લોકોના મોત થઈ ચૂક્યા છે. વળી, દુનિયાભરમાં 46000થી વધુ લોકો આ વાયરસથી સંક્રમિત છે. બ્રિટનમાં કોરોના વાયરસનો 8મો કેસ કન્ફર્મ થયો છે. બીબીસી રેડિયો સાથે વાત કરવા દરમિયાન પ્રોફેસર ઑક્સફોર્ટે કહ્યુ કે તે જરૂરી છે કે આપણે સોશિયલ રીતે કેવી રીતે રહીએ છે. તેમણે કહ્યુ કે કોરોના વાયરસથી ખુદને સુરક્ષિત રાખવા માટે જરૂરી છે કે આપણે માસ્ક પહેરીએ. તેમણે કહ્યુ કે લોકો સાથે હાથ મિલાવવા, ગળે મળવા, કિસ કરવાથી બચવુ જોઈએ.

શ્વાસ દ્વારા પણ ફેલાય છે કોરોના વાયરસ
પ્રોફેસરે કહ્યુ કે કોરોના વાયરસ એટલો શક્તિશાળી છે કે તે શ્વાસ દ્વારા પણ ફેલાઈ શકે છે. જરૂરી નથી કે તમને શરદી કે ખાંસી હોય ત્યારે જ આ વાયરસ ફેલાશો. શ્વાસ દ્વારા પરણ આ વાયરસ એકથી બીજા લોકોમાં ફેલાઈ શકે છે. પ્રોફેસરે લોકોને જલ્દી બીજાના સંપર્કમાં ન આવવાની સલાહ આપી છે. વળી, સાર્વજનિક સ્થળોએ વધુ સાવચેત રહેવા માટે કહ્યુ.
આ પણ વાંચોઃ Kiss Day: જાણો કિસ કરતી વખતે શું શું વિચારે છે પુરુષ પાર્ટનર