• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફ્લાઈટમાં બધા સામે કપડા કાઢવા લાગી 39 વર્ષીય મહિલા, પછી કેબિન ક્રૂએ કર્યુ એવુ કામ...

|
Google Oneindia Gujarati News

રશિયાઃ હવામાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. રશિયાના એક વિમાનમાં ક્રૂ મેમ્બરે એક મહિલાને તેની સીટ સાથે બાંધી દીધી કારણકે તે મુસાફરી દરમિયાન પોતાના અંતર્વસ્ત્ર કાઢવા લાગી. એક અંગ્રેજી વેબસાઈટ મુજબ 39 વર્ષની મહિલા યાત્રીને ક્રૂ મેમ્બરે રસ્સી અને ટેપની મદદથી સીટ સાથે જ બાંધી દીધી હતી. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે મહિલા નશામાં હતી. ડેલી મેલના જણાવ્યા મુજબ વિમાન વ્લાદિવોસ્તોકમાં લેન્ડ થવાનુ હતુ. લેન્ડ થતા પહેલા મહિલા કૉકપિટ પાસે ફરવા લાગી. ત્યારબાદ ક્રૂ મેમ્બરે તેને સીટ પર બેસવા અને સીટ બેલ્ટ બાંધવા માટે કહ્યુ.

તેણે ક્રૂ મેમ્બરની વાત ના માની અને ત્યાં જ પોતાના કપડા કાઢવા લાગી. આ મહિલાની સ્થિતિને જોતા ક્રૂ સાથે અમુક લોકોએ આ મહિલાને કાબુમાં કરવાની કોશિશ કરી અને તેને એક રસ્સી, ટેપ અને સીટ બેલ્ટના સહારે સીટમાં બાંધી દીધી જેથી તે પોતાના કપડા ના કાઢી શકે અને બીજા મુસાફરો માટે જોખમ ન બની શકે. આ મહિલા ત્યારબાદ આખી રાત આ જ હાલતમાં યાત્રા કરી રહી હતી અને અમુક યાત્રી તેની પર નજર કરી રહ્યા હતા. આ ફ્લાઈટ જ્યારે Novosibirsk's Tolmachevo એરપોર્ટ પર લેન્ડ થઈ ત્યારબાદથીજ આ મહિલાને ઉતારવામાં આવી અને રશિયાની પોલિસે તેને અરેસ્ટ કરી લીધી.

રશિયાના સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મહિલાને ટ્રાન્સપોર્ટ પોલિસ સ્ટેશને લઈ જવામાં આવી. ત્યાં જઈને આ મહિલાએ માન્યુ કે તેણે પ્લેનમાં ચડતા પહેલા કોઈ સિંથેટીક ડ્રગનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ તેની સ્થિતિ બગડી ગઈ હતી. રશિયા આંતરિક મંત્રાલયે કહ્યુ કે મહિલાના નશાના સ્તર વિશે તપાસ કરવા માટે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી.

AP Municipal Elections: નગર નિગમ ચૂંટણી માટે મતદાન ચાલુAP Municipal Elections: નગર નિગમ ચૂંટણી માટે મતદાન ચાલુ

English summary
A woman tied to chair after she kept taking off her clothes during flight.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X