For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાવલપિંડી જેલમાં પોતાના ખર્ચે ટીવી-એસીવાળી કોઠરીમાં નવાઝ અને મરિયમ

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ નવાઝ શરીફને રાવલપિંડીની અદિયાલા જેલમાં રાખવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ નવાઝ શરીફને રાવલપિંડીની અદિયાલા જેલમાં રાખવામાં આવ્યા છે. બંનેએ કડક સુરક્ષા વ્યવસ્થા સાથેની આ જેલની ક્લાસ બી કોઠરીમાં પહેલી રાત વિતાવી. શનિવારે પાકિસ્તાનની મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવ્યો. પાકિસ્તાનમાં બી ક્લાસ કેદીઓને સામાન્ય કેદીઓની તુલનામાં ઘણી સુવિધાઓ આપવામાં આવે છે. તેમને એસીથી લઈને ટીવીની સુવિધાઓ તેમના ખર્ચે આપવામાં આવે છે.

કયા કેદીઓને મળ્યા છે આવા સેલ

કયા કેદીઓને મળ્યા છે આવા સેલ

પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ્સ અનુસાર જે કેદીઓના સામાજિક સ્તર, શિક્ષણ કે પછી આદતો બાકી કેદીઓથી અલગ હોય તેમને બી ક્લાસ સેલ આપવા પર વિચાર કરવામાં આવે છે. પરંતુ પાકિસ્તાન સરકારના આદેશ બાદ નિયમિત કેદીઓને પણ આ પ્રકારની સુવિધા મળી શકે છે. સામાન્ય રીતે એ અથવા બી ક્લાસના કેદી ભણેલા-ગણેલા હોય છે અને તે બાકી અશિક્ષિત કેદીઓને ભણાવવાનું કામ કરે છે, જે સી શ્રેણીમાં આવે છે. તેમને કોઈ આકરી મહેનત કરવાની હોતી નથી અને બી ક્લાસના કેદીઓ એવુ કામ કરે છે જેમાં ફાયદો હોય છે. આને જ તેમની આકરી સજા કહેવામાં આવે છે.

જાતે ઉઠાવે છે ખર્ચ

જાતે ઉઠાવે છે ખર્ચ

એ અને બી ક્લાસના કેદીઓના રૂમ સામાન્ય રીતે પલંગ, એક ખુરશી, ચા ની કીટલી જેવી ચીજો હોય છે. જચો સેલમાં લાઈટ ના હોય તો એક લાલટેન પણ તેમને આપવામાં આવે છે. આ ઉપરાંત અલમારી, ધોવા અને સફાઈનો બાકીનો સામાન પણ તેમને આપવામાં આવે છે. એ અને બી ક્લાસના કેદીઓને મળતી સુવિધાઓ જેવી કે ટીવી, એસી, ફ્રિઝ અને છાપાનો ખર્ચો કેદી જ ઉઠાવે છે પરંતુ જેલ વિભાગની મંજૂરી બાદ.

સ્પેશિયલ એરક્રાફ્ટથી પહોંચ્યા હતા ઈસ્લામાબાદ

સ્પેશિયલ એરક્રાફ્ટથી પહોંચ્યા હતા ઈસ્લામાબાદ

68 વર્ષીય શરીફ અને 44 વર્ષીય મરિયમને લાહોર એરપોર્ટ પર લંડનમાં લક્ઝરી ફ્લેટની ખરીદી માટે કોર્ટે સજા સંભળાવી છે. લાહોરના ઈન્ટરનેશનલ એરપોર્ટથી બંનેને એક સ્પેશિયલ એરક્રાફ્ટથી ઈસ્લામાબાદ લઈ જવામાં આવ્યા હતા. અહીંથી તેમને હથિયારધારી સુરક્ષાકર્મીઓ અને પોલિસ કાફલા સાથે રાવલપિંડી લઈ જવામાં આવ્યા. કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યુ છે કે શરીફને ઈસ્લામાબાદ સ્થિત કોઈ રેસ્ટ હાઉસમાં શિફ્ટ કરવામાં આવી શકે છે જેને પેટા જેલમાં તબદીલ કરી દેવામાં આવશે.

English summary
AC, Television and more: Sharifs get class 'B' cells In Pak Jail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X