For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

WHOની એડવાઇઝરી મુજબ 9 મહિના જોવા મળી શકે છે 200 પ્રકારની 'પોસ્ટ કોવિડ' સમસ્યાઓ

સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી પરેશાન છે. જેને ધ્યાનમાં રાખીને મોટાભાગના દેશોએ રસીકરણના કાર્યક્રમ યુદ્ધના ધોરણે શરૂ કર્યા છે, પરંતુ વૈજ્ઞાનિકોના નવા દાવા ચિંતા વધારી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

જિનિવા : સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી પરેશાન છે. જેને ધ્યાનમાં રાખીને મોટાભાગના દેશોએ રસીકરણના કાર્યક્રમ યુદ્ધના ધોરણે શરૂ કર્યા છે, પરંતુ વૈજ્ઞાનિકોના નવા દાવા ચિંતા વધારી રહ્યા છે. હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ એક નવી સલાહ જાહેર કરી છે. જે મુજબ જણાવવામાં આવ્યું હતું કે, કોરોનામાંથી સાજા થતા દર્દીઓ લાંબા સમય સુધી 'પોસ્ટ કોવિડ' સમસ્યાઓનો સામનો કરી શકે છે, કારણ કે કોરોના શરીરની અંદર ઘણા અવયવોને અસર કરી રહ્યો છે.

WHOs advisory

WHOના ટેકનિકલ હેડ મારિયા વાન કેરખોવના જણાવ્યા અનુસાર, લોન્ગ કોવિડ મહામારીના સૌથી રહસ્યમય પાસાઓમાંથી એક છે. જેના વિશે WHO સતત ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. વિશ્વમાં એવા ઘણા લોકો છે, જે કોવિડની લાંબા ગાળાની અસરોથી પીડિત છે. તેમને જાણતા નથી કે, આ અસર કેટલો સમય ચાલે છે. જેના કારણે તેમને આ દિશામાં વધુ અભ્યાસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

હાલ WHO લાંબા કોવિડ પીડિતો પર સંશોધન કરી રહ્યું છે. આ સિવાય તેમના પુનર્વસન માટે પણ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે, જેથી તેની સાથે સંકળાયેલા સિન્ડ્રોમ શોધી શકાય અને તેના સંચાલન પર કામ થઈ શકે છે. કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓને અપીલ કરતી વખતે, WHOએ જણાવ્યું હતું કે, જેમને કોવિડ બાદની સમસ્યાઓથી પીડિત છે, તેમને તાત્કાલિક તબીબી સલાહ લેવી જોઈએ.

વિશ્વની પરિસ્થિતિઓ કેવી છે?

વિશ્વમાં અત્યાર સુધીમાં 201 કરોડ કેસ નોંધાયા છે. જેમાંથી 4,271,371ના મોત થયા છે, જ્યારે 18.1 કરોડ લોકો સાજા થયા છે. અત્યારે અમેરિકા 36 મિલિયન સાથે સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. આ બાદ ભારતનો નંબર છે, જ્યાં અત્યાર સુધીમાં 3.18 કરોડ કેસ આવ્યા છે. જેમાંથી 4.26 લાખ મૃત્યુ પામ્યા છે, જ્યારે 30,974,748 સાજા થયા છે.

English summary
The whole world is troubled by the Corona epidemic. With that in mind most countries have started vaccination programs on a war footing, but new claims from scientists are raising concerns. Now the World Health Organization (WHO) has released a new piece of advice.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X