For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પર્સનલ વાતો સાંભળે છે ચીન-રશિયાના જાસૂસ

અમેરિકાના સર્વિંગ અને રિટાયર્ડ ઈન્ટેલીજન્સ ઓફિસર્સનો દાવો છે કે રશિયા અને ચીનના જાસૂસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પર્સનલ ફોન કોલ્સ સાંભળે છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકાના સર્વિંગ અને રિટાયર્ડ ઈન્ટેલીજન્સ ઓફિસર્સનો દાવો છે કે રશિયા અને ચીનના જાસૂસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પર્સનલ ફોન કોલ્સ સાંભળે છે. ટ્રમ્પના નજીકના લોકોની માનીએ તો તેમના પર્સનલ કોલ્સ સુરક્ષિત નથી. આ કારણે ટ્રમ્પને હાલમાં વ્હાઈટ હાઉસ સ્થિત લેન્ડલાઈન ફોનનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. ટ્રમ્પે પોતાનો આઈફોન ઉપયોગ ન કરવાનો પણ ઈનકાર કરી દીધો છે. અમેરિકી ઈન્ટેલીજન્સ રિપોર્ટની માનીએ તો આઈફોન પર જ્યારે પણ ટ્રમ્પ જૂના દોસ્તો સાથે કોઈ વાત કરે તો રશિયા અને ચીનના કાન તેમની દરેક વાત પર રહે છે.

આ પણ વાંચોઃ રેવાડી ગેંગરેપઃ 3 આરોપીઓના ડીએનએ સેમ્પલ થયા મેચ, ચાર્જશીટ દાખલઆ પણ વાંચોઃ રેવાડી ગેંગરેપઃ 3 આરોપીઓના ડીએનએ સેમ્પલ થયા મેચ, ચાર્જશીટ દાખલ

ચેતવણી બાદ પણ આઈફોનનો પ્રયોગ કરી રહ્યા છે ટ્રમ્પ

ચેતવણી બાદ પણ આઈફોનનો પ્રયોગ કરી રહ્યા છે ટ્રમ્પ

ટ્રમ્પના નજીકના લોકો તરફથી ઘણી વાર રાષ્ટ્રપતિને આ અંગે ચેતવણી અપાતી રહી છે. તેમણે ટ્રમ્પને જણાવ્યુ છે કે રશિયા અને ચીનના જાસૂસ નિયમિત રીતે તેમના ફોન કોલ્સ સાંભળે છે વ્હાઈટ હાઉસના અધિકારીઓને આશા છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ જલ્દી પોતાના આઈફોનનો ઉપયોગ બંધ કરશે અને લેન્ડલાઈનનો વધુ ઉપયોગ કરશે. ટ્રમ્પના આઈફોન પ્રયોગ વિશે ઘણા અધિકારીઓ તરફથી જાણકારી મેળવવામાં આવી છે. આ અધિકારીઓએ પોતાનું નામ ન જણાવવાની શરતે જણાવ્યુ છે કે આઈફોનના ઉપયોગ વિશે જાણકારી મેળવવાનો હેતુ માત્ર સુરક્ષા વ્યવસ્થા પરખવાનો છે. આમ કરીને રાષ્ટ્રપતિને આઈફોનના ઉપયોગ પર નિરુત્સાહ નથી કરવાના. તેમને એ વાત પર ઘણા નિરાશા થઈ કે રાષ્ટ્રપતિ ઈલેક્ટ્રોનિક સુરક્ષા અંગે જરા પણ ગંભીર નથી અને ખૂબ જ કેઝ્યુઅલ વલણ અપનાવી રહ્યા છે.

શું સાંભળે છે ચીન

શું સાંભળે છે ચીન

અમેરિકી જાસૂસી એજન્સીઓને એ સમાચાર મળ્યા છે કે રશિયા અને ચીન રાષ્ટ્રપતિના ફોન કોલ્સ છૂપાઈને સાંભળે છે. વિદેશી અધિકારીઓ અને સરકારો વચ્ચે સંપર્ક સાધનાર અધિકારીઓ વચ્ચે રહેલા માનવીય સૂત્રો દ્વારા આ કામને અંજામ આપવામાં આવી રહ્યો છે. અધિકારીઓની માનીએ તો ચીન એ જાણવા ઈચ્છે છે કે ટ્રમ્પ કેવી રીતે વિચારે છે. તે પોતાની વાતો મનાવવા માટે શું તર્ક આપે છે કે પછી તે શું સાંભળવાનું પસંદ કરે છે. ચીને એ લોકોની એક યાદી તૈયાર કરી લીધી છે જેમની સાથે ટ્રમ્પ નિયમિત રીતે વાત કરે છે કે પછી જે રાષ્ટ્રપતિ પર પ્રભાવ પાડી શકે છે. આ યાદીમાં એક નામ બ્લેકસ્ટોન ગ્રુપના સીઈઓ સ્ટીફન એ સ્વારઝમાનનું છે જેમણે બેઈજિંગ સ્થિત સિંગુઆ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત એક નામ લાસ વેગાસના પૂર્વ કેસિનો વેપારી સ્ટીવ વાએનનું છે જેમની પાસે મકાઉમાં એક આલિશાન પ્રોપર્ટી છે.

આઈફોનમાં સિક્યોરિટી એજન્સીએ કર્યો ફેરફાર

આઈફોનમાં સિક્યોરિટી એજન્સીએ કર્યો ફેરફાર

જો કે રશિયા દ્વારા ચીનની જેમ જાસૂસીને અંજામ આપવામાં નથી આવી રહ્યો. અધિકારીઓના જણાવ્યા મુજબ ટ્રમ્પનો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે એક નજીકનો સંબંધ છે. અધિકારીઓ મુજબ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે બે અધિકૃત આઈફોન છે. આ ફોનને પહેલેથી જ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી તરફથી ઓલ્ટર કરવામાં આવી ચૂક્યા છે અને તેની ક્ષમતાઓને સીમિત કરી દેવામાં આવી છે. એક ત્રીજો આઈફોન પણ રાષ્ટ્રપતિ પાસે છે જે દુનિયાભરમાં ઉપયોગ થઈ રહેલા બધા આઈફોનની જેમ જ છે. વ્હાઈટ હાઉસ અધિકારીઓના જણાવ્યા મુજબ ટ્રમ્પ પોતાની પાસે પર્સનલ ફોન રાખે છે કારણકે બાકી બંને આઈફોનથી અલગ તે આમાં પોતાના કોન્ટેક્સ સુરક્ષિત કરીને રાખી શકે છે.

આ પણ વાંચોઃ નીરવ મોદી સામે ઈડીની મોટી કાર્યવાહી, હોંગકોંગમાં 255 કરોડની સંપત્તિ જપ્તઆ પણ વાંચોઃ નીરવ મોદી સામે ઈડીની મોટી કાર્યવાહી, હોંગકોંગમાં 255 કરોડની સંપત્તિ જપ્ત

English summary
According to US Officials Chinese, Russian spies are listening to President Donald Trump's personal phone calls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X