For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જજ મંસૂરે મિશ્રના કામચલાઉ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

adly-mansour
કાહિરા, 4 જૂલાઇ: શક્તિશાળી સેના દ્વારા રાષ્ટ્રપતિ મોહંમદ મુર્સીને હટાવ્યાના કેટલાક કલાકોમાં મિશ્રની સંવૈધાનિક કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અદલી મહમૂદ મંસૂરે ગુરૂવારે દેશના કામચલાઉ રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. 67 વર્ષીય મહમૂદ મંસૂરે સંવૈધાનિક કોર્ટમાં સરકારી ટીવી ચેનલ પર પ્રસારિત એક સમારોહમાં શપથ લીધી હતી.

મહમૂદ મંસૂરે પદ તથા ગોપનીયતાની શપથ લેતાં કહ્યું હતું કે 'હું ગણરાજ્યની વ્યવસ્થાને સંરક્ષણ, સંવિધાન અને વિધિના સન્માન તથા જનતાના હિતોની રક્ષાની શપથ લઉ છું. સેના પ્રમુખ જનરલ અબ્દેલ ફતહ સિસીએ જાહેરાત કરી હતી કે મહમૂદ મંસૂર નવા નેતાની પસંદગી કરવામાં આવે ત્યાં સુધી આ અરબ દેશના કામચલાઉ રાષ્ટ્રપતિ હશે.

દેશમાં મોહમંદ મુર્સીને હટાવવાની માંગને લઇને ચાલી રહેલા પ્રદર્શન વચ્ચે સેનાએ મોડી રાત્રે મોહંમદ મુર્સીને પદેથી હટાવી દિધા હતા. મોહંમદ મુર્સીએ લગભગ એક વર્ષ પહેલાં પદ સંભાળ્યું હતું અને તે લોકતાંત્રિક રીતે તેમને રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવેલા પ્રથમ રાષ્ટ્રપતિ હતા.

English summary
Senior Egyptian jurist Adly Mahmoud Mansour was declared the transitional president by army chief Gen Abdel Fattah Sisi, who says the military commanders had no desire to rule, clearly to allay fears abroad that this was a coup d'etat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X