અફઘાનિસ્તાનના જલાલાબાદમાં સિરિયલ બ્લાસ્ટ, 66નાં મોત
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનના ઝલાલાબાદમાં સોમવારે બોમ્બ બ્લાસ્ટ થયા જેમાં 66 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ધમાકામાં કેટલાય લોકો ઘાયલ થયા છે. 19 ઓગસ્ટે અફઘાનિસ્તાન પોતાનો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યું છે. સ્વતંત્રતા દિવસના દિવસે નનગરહાર પ્રાંતના જલાલાબાદ શહેરમાં સાર્વજનિક જગ્યાએ એક બાદ એક કેટલાય બોમ્બ બ્લાસ્ટ થયા. અત્યાર સુધી કોઈપણ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સંભાળી નથી.
એક દિવસ પહેલા રવિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક લગ્નમાં થયેલ બ્લાસ્ટમાં 63 લોકોનાં મોત થયાં હતાં અને 180 લોકો ઘાયલ થયા હતા. આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે લગ્ન સમારોહ પર હુમલાની જવાબદારી લીધી હતી.
66 civilians wounded in multiple blasts in Jalalabad city of Nangarhar province on Afghanistan Independence day: Pajhwok Afghan News (Pic courtesy - Reuters) pic.twitter.com/cRnaBuMBY7
— ANI (@ANI) August 19, 2019
રવિવારે લગ્ન સમારોહમાં હુમલા બાદ અફઘાનિસ્તાન સરકારે દેશના 100મા સ્વતંત્રતા દિવસના ઉપલક્ષ્યમાં થનાર સમારોહને સ્થગિત કરી દીધો હતો, જે દર-ઉલ-અમન પેલેસમાં સોમવારે થવાનો નિર્ધારિત હતો. રાષ્ટ્રપતિ ઑફિસના પ્રવક્તા સેદિક સેદિક્કીએ કહ્યું કે લગ્ન સમારોહ પર કાયરાના હુમલા બાદ સચિવાલયે રાષ્ટ્રપતિ મોહમ્મદ અશરફ ગનીના નિર્દેશ પર અફઘાનિસ્તાનના 100મા સ્વતંત્રતા સમારોહના આયોજનને ટાળી દીધું છે.
ગુજરાતમાં બાળમજૂરીના કેસ વધ્યા, છેલ્લા 5 વર્ષમાં 1300 બાળકોને કરાયા મુક્ત