અફઘાનિસ્તાનના કાબુલમાં મોટો બૉમ્બ ધમાકો, 40 લોકોની મૌત, 100 ઘાયલ
અફઘાનિસ્તાનના કાબુલમાં મોટા બોમ્બ બ્લાસ્ટ થયાના સમાચાર સામે આવ્યા છે. આ ભયાનક બ્લાસ્ટમાં 40 લોકોનાં મોત થયાં હોવાનાં અહેવાલ છે, જ્યારે 100 થી વધુ લોકો ઘાયલ થયાનાં અહેવાલ છે. મળતી માહિતી મુજબ વિસ્ફોટ લગ્નના કાર્યક્રમમાં થયો હતો, જેના કારણે મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હતા અને ઘાયલ થયા હતા. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા નુસરત રહીમીએ જણાવ્યું હતું કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોની ચોક્કસ સંખ્યા પછીથી આપવામાં આવશે.
આ ઘટના લગ્નના હોલમાં બની હતી, જ્યાં એક હજારથી વધુ મહેમાનો એકત્રિત થયા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધુ વધી શકે છે, ડેટા પછીથી જાહેર કરવામાં આવશે. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર હુમલો શનિવારે રાત્રે લગભગ 10.40 વાગ્યે થયો હતો. હજી સુધી કોઈ પણ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી, તેથી આ હુમલા પાછળનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી
તમને જણાવી દઇએ કે હુમલો થયો હતો ત્યાં કાબુલમાં મોટી સંખ્યામાં શિયા હજારા લોકો રહે છે. નુસરત રહીમીએ કહ્યું કે વિસ્ફોટ લગ્નના મંચ પાસે થયો હતો, જ્યાં સંગીતકાર હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે આ હુમલામાં ઘણા બાળકો પણ માર્યા ગયા છે. વિસ્ફોટ થતાંની સાથે જ સમગ્ર સ્થળમાં અરાજકતા છવાઈ ગઈ હતી, લોકો અહીંથી ભાગવા લાગ્યા હતા. નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં 8 ઑગષ્ટના રોજ કાબુલમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 14 લોકો માર્યા ગયા હતા, 145 લોકો ઘાયલ થયા હતા. અફઘાનિસ્તાનમાં 28 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકા અને તાલિબાન વચ્ચેની વાટાઘાટો શરૂ થઈ ત્યારથી અહીં હિંસામાં વધારો થયો છે.