
Afghanistan Earthquake : ભૂકંપને કારણે 1 હજારના મોત, 1500 લોકો ઘાયલ
Afghanistan Earthquake : અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃતકોની સંખ્યા વધીને 1 હજાર થઈ ગઈ છે, જ્યારે 1500 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસના જણાવ્યા અનુસાર, 6.1 ની તીવ્રતાનો આ ભૂકંપ પાકિસ્તાનની સરહદે આવેલા પૂર્વ અફઘાનિસ્તાનના ગ્રામીણ અને પર્વતીય વિસ્તારોમાં આવ્યો છે. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ખોસ્ત શહેરથી 40 કિમી દૂર હતું.

મૃત્યુઆંક હજૂ વધે તેવી શક્યતા
અફઘાન પ્રશાસનના જણાવ્યા અનુસાર દેશમાં ભૂકંપના કારણે ઘણા મકાનો ધરાશાયી થયા છે અને કાટમાળ નીચે દટાઈ જવાને કારણેઅનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. મૃત્યુઆંક હજૂ વધે તેવી શક્યતા છે. બચાવ કાર્ય માટેહેલિકોપ્ટર સ્થળ પર મોકલવામાં આવ્યા છે.

4 જિલ્લામાં અનેક લોકો માર્યા ગયા
તાલિબાન સરકારમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વડા મોહમ્મદ નસીમ હક્કાનીએ જણાવ્યું હતું કે, મોટા ભાગના મૃત્યુ પડોશી પ્રાંતપક્તિકામાં થયા છે. અહીંના 4 જિલ્લામાં અનેક લોકો માર્યા ગયા છે અને ઘાયલ થયા છે.
યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરેજણાવ્યું કે, આ ભૂકંપની અસર 500 કિમીની ત્રિજ્યામાં હતી. જેના કારણે અફઘાનિસ્તાન ઉપરાંત પાકિસ્તાન અને ભારતના કેટલાકવિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

પાકિસ્તાનના આ શહેરોમાં ભૂકંપ
પાકિસ્તાનમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, પરંતુ અહીં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. જિયો ન્યૂઝ અનુસાર,બુધવારની વહેલી સવારે પાકિસ્તાનના પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાના ભાગોમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
ઈસ્લામાબાદ,મુલતાન, ભાકર, ફળિયા, પેશાવર, મલાકંદ, સ્વાત, મિયાંવાલી, પાકપટ્ટન અને બુનેર સહિત અનેક જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયાહતા.