For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નમાઝ દરમિયાન મસ્જીદમાં વિસ્ફોટ, 41ના મોત

|
Google Oneindia Gujarati News

afghanistan
કાબૂલ, 26 ઓક્ટોબર: ઉત્તરી અફઘાનિસ્તાનના મયમાના શહેરમાં શુક્રવારે ઇદ ઉલ નમાઝ દરમિયાન થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 41 લોકોના મોત થયા છે જ્યારે એક પોલીસ જવાન સહીત 34 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે કોઇપણ આતંકવાદી સંગઠને આ અંગેની જવાબદારી સ્વીકારી નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર હુમલો કરનાર વ્યક્તિ પોલીસના ભેસમાં આવ્યો હતો, જેણે રાજધાની સ્થિત ઇદગાહમાં ભીડની વચ્ચે બ્લાસ્ટ કરી દીધો. અધિકારીક સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિસ્ફોટમાં 41 લોકોના મોત થયા છે. મરનારોમાં 17 નાગરિક અને 15 પોલીસ જવાનોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે તાલિબાનોના પ્રમાણે ઉત્તરી અફઘાનિસ્તાન અપેક્ષા કરતા વધારે શાંતિપૂર્ણ છે. 2001માં તાલિબાનને અમેરિકાની સત્તાથી હટાવી દેવાયા છે. જોકે ઉત્તરમાં તેમણે પોતાની હરકતો વધારી દીધી છે, અને દેશમાં હજી એક લાખથી વધારે નાટો સૈનિક રખાયેલા છે.

English summary
A suicide bomber targeted worshipers who had gathered at a mosque in north Afghanistan for prayers to mark Eid al-Adha, killing at least 41 people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X