For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફગાનિસ્તાન: કાબુલમાં આત્મઘાતી હુમલો, 31 મૌત અને 50 ઘાયલ

અફગાનિસ્તાનમાં ફરી એકવાર આતંકી હુમલા થયા છે. અફગાનિસ્તાનની રાજધાની કાબુલમાં વોટર રજીસ્ટ્રેશન બહાર ઉભેલી ભીડમાં એક વ્યક્તિએ પોતાને બૉમ્બથી ઉડાવી દીધો.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

અફગાનિસ્તાનમાં ફરી એકવાર આતંકી હુમલા થયા છે. અફગાનિસ્તાનની રાજધાની કાબુલમાં વોટર રજીસ્ટ્રેશન બહાર ઉભેલી ભીડમાં એક વ્યક્તિએ પોતાને બૉમ્બથી ઉડાવી દીધો. જેમાં 31 લોકોની મૌત અને 50 લોકો ઘાયલ થયા છે. પબ્લિક હેલ્થ મિનિસ્ટ્રી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે મરવાવાળા ની સંખ્યા વધી શકે છે. હુમલાવરે કાબુલમાં વોટર રજીસ્ટ્રેશન સેન્ટર બહાર પોતાનું આઈડી કાર્ડ લેવા પહોંચેલી ભીડને નિશાનો બનાવ્યો હતો.

afghanistan

આ હુમલા પાછળ તાલિબાને પોતાનો હાથ હોવાનો ઇન્કાર કર્યો છે અને ઇસ્લામિક સ્ટેટને તેના માટે જવાબદાર ગણાવ્યું છે. હજુ સુધી કોઈ પણ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.

અફગાનિસ્તાનમાં આવતા વર્ષે રાષ્ટ્રપતિ ઈલેક્શન થવા જઈ રહ્યું છે. એટલા માટે 4 એપ્રિલે વોટર રજીસ્ટ્રેશન શરૂ થયું હતું. આ વચ્ચે અફગાનિસ્તાન આતંકી સંગઠનો ઘ્વારા ઈલેક્શન અધિકારીઓને નિશાનો બનાવવાનું શરૂ કર્યું છે. હાલમાં અફગાન પોલીસ અને સેનાના જવાનોને પોલિંગ બૂથ પર આતંકી ગતિવિધિઓ રોકવા માટે સ્પેશ્યલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

આ પહેલા શુક્રવારે વિદ્રોહીઓ ઘ્વારા બધધીશ માં રોકેટથી હુમલો કરીને વોટર રજીસ્ટ્રેશન સેન્ટરને નિશાનો બનાવ્યું હતું. આ ઘટનામાં એક પોલીસકર્મીની મૌત થયી હતી. ગયા અઠવાડિયે મંગળવારે પણ અફગાનિસ્તાનના ઘોર પ્રાંતમાં આતંકીઓ ઘ્વારા હુમલો કરીને ત્રણ ઈલેક્શન વર્કર અને 2 પોલીસ કર્મીઓનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું.

English summary
Afghanistan suicide attack on kabul voter registration center kills 31 injures dozens
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X