
અફઘાનિસ્તાનઃ તાલિબાન સરકારને ચીન આપશે 31 મિલિયન ડૉલરની મદદ, રાશન અને કોરોના વેક્સીન પણ આપશે
બેઈજિંગઃ કાબુલ પર કબ્જાના 22 દિવસ બાદ મંગળવારે તાલિબાને પોતાની સરકારનુ એલાન કરી દીધુ છે. તાલિબાની સરકારના પ્રમુખ મુલ્લા મોહમ્મદ હસન અખુંદેને બનાવવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનની નવી સરકારને ચીન અને રશિયાએ માન્યતા આપી દીધી છે. ચીન સતત તાલિબાન સરકારના પક્ષમાં નિવેદન જાહેર કરી રહ્યુ છે. આ દરમિયાન ચીને અફઘાનિસ્તાન માટે મોટી મદદ આપવાનુ એલાન કર્યુ છે.
તાલિબાન દ્વારા કાબુલમાં અંતરિમ સરકારની રચનાની ઘોષણાના એક દિવસ બાદ ચીને બુધવારે ઘોષણા કરી કે તે અફઘાનિસ્તાનને અનાજ, ઠંડીનો પુરવઠો અને કોરોના વાયરસની રસી સહિત 200 મિલિયન યુઆન(31 મિલિયન અમેરિકી ડૉલર)નુ દાન કરશે. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જાના થોડા સપ્તાહ પહેલા જ ચીની વિદેશ મંત્રી વાંગ યીને સમૂહ સાથે મૈત્રીપૂર્ણ સંબંધ વિકસિત કરવાને લઈને અફઘાન તાલિબાન રાજકીય આયોગનના ચેરમેન મુલ્લા અબ્દુલ ગની બરાદરની મુલાકાત કરી હતી.
અફઘાનિસ્તાન પર પડોશી દેશોના વિદેશ મંત્રીઓની પહેલી બેઠકમાં ભાગ લઈને વિદેશ મંત્રી વાંગ યીને કહ્યુ કે ચીન અફઘાનિસ્તાનને 200 મિલિયન યુઆન (યુએસડી 31 મિલિયન) મૂલ્યનુ અનાજ, ઠંડીનો પુરવઠો, રસી અને પોતાની જરૂરિયાતો અનુસાર દવાઓ પૂરી પાડશે. પાકિસ્તાન દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ઈરાન, તઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રીઓએ ભાગ લીધો. આ બધા અફઘાનિસ્તાનના પડોશી દેશ છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી દ્વારા આયોજિત બેઠકમાં રશિયા સ્પષ્ટ રીતે અનુપસ્થિત હતા. વાંગે કહ્યુ કે ચીને પહેલી બેચમાં અફઘાન લોકોને વેક્સીનનો 30 લાખનો ડોઝ દાન કરવાનો નિર્ણય લીધો છે. ચીન-દક્ષિણ એશિયાઈ દેશોની ઈમરજન્સી પુરવઠા ભંડાર હેઠળ અફઘાનિસ્તાન અને વધુ મહામારી વિરોધી અને ઈમરજન્સી સામગ્રી ઉપલબ્ધ કરાવવા માટે પણ ચીન તૈયાર છે.
વાંગે કહ્યુ કે ચીન અફઘાનિસ્તાનને પોતાની અર્થવ્યવસ્થા અને સમાજના પુનર્નિમાણમાં મદદ કરવા સાથે-સાથે આતંકવાદી જૂથો અને ગેરકાયદે નશીલી દવાઓના વેપાર સામે લડવા માટે ક્ષેત્રીયના દેશો સલાથે કામ કરશે. આ પહેલા ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતા વાંગ વેનબિને એક મીડિયા બ્રીફિંગમાં કહ્યુ કે ચીન અફઘાન તાલિબાનની અંતરિમ સરકારની રચનાની ઘોષણા અને અમુક મહત્વપૂર્ણ ભૂમિકાઓને મહત્વ આપે છે. જ્યારે બીજી તરફ અમેરિકાના વિદેશ મંત્રી એંટની બ્લિંકને કહ્યુ કે તાલિબાનને કહેવુ પડશે કે તેમણે જે વચનો આપ્યા હતા તેને પૂરા કરે, વિદેશી નાગરિકો, વિઝા હોલ્ડર્સ અને અફઘાન નાગરિકો જે દેશની બહાર જવા માંગે છે તેમને જવા દે.