For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ટાપુ પર નોંધાયો પહેલો કેસ, જાણો 2 વર્ષ કોરોનાથી કેવી રીતે સુરક્ષિત રહ્યો આ ટાપુ?

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીએ વિશ્વને હેરાન પરેશાન કરી મૂક્યું છે અને હવે કોરોના વાયરસના કારણે 50 લાખથી વધુ લોકોના મોત થયા છે.

|
Google Oneindia Gujarati News

કૂક આઇલેન્ડ : છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીએ વિશ્વને હેરાન પરેશાન કરી મૂક્યું છે અને હવે કોરોના વાયરસના કારણે 50 લાખથી વધુ લોકોના મોત થયા છે. છેલ્લા બે વર્ષમાં કોરોના વાયરસ દુનિયાના દરેક ભાગમાં પહોંચી ગયો છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, એક એવો ટાપુ હતો, જે છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસથી સુરક્ષિત હતો અને હવે આ ટાપુ પર કોરોના વાયરસ પહોંચી ગયો છે.

કૂક આઇલેન્ડ્સમાં પ્રથમ કેસ નોંધાયો

કૂક આઇલેન્ડ્સમાં પ્રથમ કેસ નોંધાયો

કુક આઇલેન્ડ શનિવારના રોજ કોવિડ 19નો પહેલો કેસ નોંધાયો હતો. કોરોના મહામારી શરૂ થઇ ત્યારથી લઇને અત્યાર સુધી કોરોના વાયરસના ઘણા પ્રકારો નોંધવામાંઆવ્યા છે, પરંતુ દક્ષિણ પેસિફિક દેશ કુક આઇલેન્ડમાં પ્રથમ વખત કોરોના વાયરસનો કેસ જોવા મળ્યો છે, તે પણ એવા સમયે જ્યારે આ ટાપુઓ તેમની સરહદોપ્રવાસીઓ માટે ખોલી છે.

લગભગ 17 હજારની વસ્તી ધરાવતા આ દેશમાં વિશ્વમાં સૌથી વધુ રસીકરણ છે અને લગભગ 96 ટકા લોકોને કોરોના વાયરસની રસીના બંનેડોઝ આપવામાં આવ્યા છે.

10 વર્ષનો છોકરો પોઝિટિવ મળ્યો

10 વર્ષનો છોકરો પોઝિટિવ મળ્યો

કુક આઇલેન્ડના વડાપ્રધાન માર્ક બ્રાઉને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુરુવારના રોજ ટાપુની મુલાકાતે આવેલા પરિવારનો 10 વર્ષનો છોકરો કોરોના વાયરસપોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

આ છોકરો તેના પરિવારના સભ્યો સાથે આઇસોલેશનમાં હતો, તેથી દેશમાં કોરોના વાયરસ ફેલાવાની સંભાવના ઘણી ઓછી છે.

રિપોર્ટ અનુસાર, આ 10 વર્ષનો છોકરો ન્યૂઝીલેન્ડથી પરિવાર સાથે કૂક આઇલેન્ડ ફરવા આવ્યો હતો.

વડાપ્રધાન બ્રાઉને જણાવ્યું હતું કે, 10 વર્ષના છોકરાનો કોરોનારિપોર્ટ થયા બાદ અમે અમારી સરહદો ફરીથી ખોલવા માટે અમારી જાતને તૈયાર કરી રહ્યા છીએ. અમારી પરીક્ષણ સિસ્ટમ્સે સરહદ પર કેસ પકડીને તે તૈયારીનુંમૂલ્યાંકન કર્યું છે."

દુનિયા માટે બંધ હતા દરવાજા

દુનિયા માટે બંધ હતા દરવાજા

કુક ટાપુઓએ તે જ સમયે વિશ્વ માટે તેમના દરવાજા બંધ કરી દીધા, જ્યારે કોરોના વાયરસ વિશ્વના વિવિધ ભાગોમાં ફેલાવા લાગ્યો હતો.

જે બાદ ચાલુ વર્ષે 14 જાન્યુઆરીના રોજ, કૂક આઇલેન્ડે ફરી એકવાર ન્યુઝીલેન્ડ સાથે ક્વોરેન્ટાઇન ફ્રી મુસાફરી શરૂ કરી હતી.

જે બાદ આ આઇલેન્ડ પર પ્રથમ વખત કોઈ વ્યક્તિ કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

English summary
After 2 years of the origin of Corona epidemic, the first case found on this island, know how it remained safe?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X