For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘કાશ્મીર પાકિસ્તાનનું છે': વિવાદ બાદ આફ્રિદીનો યુટર્ન

પાકિસ્તાનમાં શાહિદ આફ્રિદીને પોતાના નિવેદન બાદ ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારબાદ છેવટે આફ્રિદીએ પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપી છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન અને વિસ્ફોટક બેટ્સમેન શાહિદ આફ્રિદીએ જે રીતે કાશ્મીર અંગે પોતાનું નિવેદન આપ્યુ હતુ ત્યારબાદ તેઓ બધી બાજુએથી ચર્ચામાં આવી ગયા હતા. સોશિયલ મીડિયા પર તેમના નિવેદનના ફૂટેજ ઝડપથી વાયરલ થઈ ગયા હતા. પરંતુ પાકિસ્તાનમાં શાહિદ આફ્રિદીને પોતાના નિવેદન બાદ ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારબાદ છેવટે આફ્રિદીએ પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપી છે.

આ પણ વાંચોઃ ઓલ ઈન્ડિયા રેડિયોમાં #MeTooની ફરિયાદો, મેનકા ગાંધીએ તપાસ માટે કહ્યુઆ પણ વાંચોઃ ઓલ ઈન્ડિયા રેડિયોમાં #MeTooની ફરિયાદો, મેનકા ગાંધીએ તપાસ માટે કહ્યુ

મારા નિવેદનને અધૂરુ બતાવવામાં આવ્યુ

મારા નિવેદનને અધૂરુ બતાવવામાં આવ્યુ

શાહિદ આફ્રિદીએ પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપતા કહ્યુ કે મારા નિવેદનના જે ફૂટેજ શેર કરવામાં આવી રહ્યા છે તે અધૂરા છે અને તેને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં રજૂ કરવામાં આવ્યા નથી. જે વીડિયો શેર કરવામાં આવ્યા છે તેમાં મે પહેલા જે કહ્યુ છે તે બતાવવામાં આવ્યુ નથી. આફ્રિદીએ કહ્યુ કે કાશ્મીરનો મુદ્દો હજુ ઉકેલયો નથી અને અહીં જ્યાં ભારતનો કબ્જો છે ત્યાં ભારત લોકો પર ઘણા અત્યાચાર કરી રહ્યુ છે. ટ્વિટમાં આફ્રિદીએ કહ્યુ કે બર્બર ભારતના કબ્જામાં છે.

નિવેદન પર આપી સ્પષ્ટતા

નિવેદન પર આપી સ્પષ્ટતા

આફ્રિદી આટલેથી ના રોકાયા તેમણે કહ્યુ કે કાશ્મીરના મુદ્દાને યુએનના રિઝોલ્યુશનના આધાર પર ઉકેલવો જોઈએ. હું અને સમગ્ર પાકિસ્તાન કાશ્મીરની આઝાદી માટે લડી રહેલા લોકો સાથે છીએ. તેમણે કહ્યુ કે કાશ્મીર પાકિસ્તાનનો એક હિસ્સો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા આફ્રિદીએ કહ્યુ હતુ કે પાકિસ્તાને કાશ્મીરને માંગવાનું બંધ કરી દેવુ જોઈએ કારણકે તેનાથી પાકિસ્તાનના ચાર પ્રાંત તો યોગ્ય રીતે સંભાળી શકાતા નથી. તેમણે આ નિવેદન પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપ્યુ હતુ.

શું કહ્યુ હતુ આફ્રિદીએ

શું કહ્યુ હતુ આફ્રિદીએ

આફ્રિદી કહ્યુ હતુ કે, ‘પાકિસ્તાનને નથી જોઈતુ કાશ્મીર, પાકિસ્તાન તો પોતાના ચાર પ્રાંત પણ સરખી રીતે સંભાળી શકતુ નથી.' તેમણે કહ્યુ કે કાશ્મીરમાં લોકો સાથે જે બની રહ્યુ છે તે ન થવુ જોઈએ. પાકિસ્તાનને કાશ્મીરની જરૂર નથી. ના તો ભારતને કાશ્મીર આપો. કાશ્મીરને એક અલગ દેશ બનાવી દો. ત્યાં લોકો મરી રહ્યા છે અને લોકોએ હવે મરવુ જોઈએ નહિ. માનવતા જીવિત રહેવી જોઈએ કારણકે લોકોને મરતા જોઈને ઘણી તકલીફ થાય છે.

આ પણ વાંચોઃ ભાજપ સાંસદ હરીશ મીણા કોંગ્રેસમાં શામેલ, બદલાશે મીણા-ગુર્જર મતબેંકનું ગણિતઆ પણ વાંચોઃ ભાજપ સાંસદ હરીશ મીણા કોંગ્રેસમાં શામેલ, બદલાશે મીણા-ગુર્જર મતબેંકનું ગણિત

English summary
After criticism Shahid Afridi clarified his statement says Kashmir belongs to Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X