• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એક સૈનિકની જિંદગી બચાવવા અમેરિકાએ છોડ્યા પાંચ તાલિબાની આતંકી

|

વોશિંગટન, 1 જૂનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાના એક સાર્જેન્ટના જીવન માટે ગ્વાંતાનામો બે જેલમાં બંધ પાંચ અફઘાનિસ્તાન કેદીઓને છોડવાનો નિર્ણય કર્યો. પાંચ વર્ષ સુધી તાબિલાની આતંકીઓને કેદમાં રહ્યાં બાદ અમેરિકા સેનામાં સાર્જેન્ટ બાઓ રોબર્ટ બેર્ગેડેલને આખરે છોડી દીધા છે.

બે જુલાઇ 2009થી જ તાલિબાની આતંકીઓના કબજામાં હતા અને ત્યાં એકલા અમેરિકન સૈનિક હતા, જેમને બંદી બનાવી લીધા હતા. બરાક ઓબામાએ પ્રેસ કોન્ફરન્સ કરી આ વાતની જાણકારી આખા વિશ્વને આપી. બરાક ઓબામા અનુસાર ગયા પાંચ વર્ષોમાં એક પણ દિવસ એવો નહોતો જ્યારે સાર્જેન્ટ બેગેર્ડેલ અંગે વિચારવામાં આવ્યું ના હોય. હાલ સાર્જેન્ટ અમેરિકન સેનાની સુરક્ષામાં છે અને તેમને છોડવાનું કામ તાલિબાન સાથે મહિનાઓથી ચાલી રહેલી વાતચીત દરમિયાન થઇ શક્યું છે.

આ વાતચીતમાં કતરે મધ્યસ્થની ભૂમિકા અદા કરી છે. સાર્જેન્ટ બેગેર્ડેલનું મેડિકલ ચેક અપ કરવામાં આવી રહ્યું છે. બરાક ઓબામાએ પોતાના સૈનિકની સકુશળ મુક્તિ પર ખુશી વ્યક્ત કરાવતા કહ્યું કે પાંચ વર્ષ બાદ હવે અમે અમારા સાર્જેન્ટનું સ્વાગત કરવા માટે તૈયાર છીએ.

ઓબામાએ સાર્જેન્ટની સકુશળ મુક્તિ મધ્યસ્થની ભૂમિકા નિભાવવા માટે કતર સહિત અફઘાનિસ્તાન સરકારનો પણ આભાર માન્યો છે. બરાક ઓબામા જે સમયે એ વાતની જાહેરાત કરી રહ્યાં હતા, સાર્જેન્ટ બેર્ગેડેલની માતા-પિતા તેમની સાથે ઉપસ્થિત હતા. સાર્જેન્ટ બેર્ગેડેલની ઉમર 28 વર્ષ છે.

English summary
US army Sergeant finally free from Taliban captivity. He was held by Taliban on July 2009. US has to release five Talibani terrorists in exchange.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X