
ટ્વિટર વેચાયા બાદ કંપનીના CEO પરાગ અગ્રવાલે કહ્યુ - ભવિષ્ય અનિશ્ચિત, મારી પાસે બધા સવાલોના જવાબ નથી
વૉશિંગ્ટનઃ સોશિયલ મીડિયા કંપની ટ્વિટરને ટેસ્લાના માલિક એલન મસ્કે 44 બિલિયન ડૉલરમાં ખરીદી લીધુ. ટ્વિટરને ખરીદ્યા બાદ એલન મસ્કે અભિવ્યક્તિની આઝાદીની વકીલાત કરીને ટ્વિટ કર્યુ અને કહ્યુ કે લોકતંત્રમાં અભિવ્યક્તિની આઝાદી સૌથી મહત્વની હોય છે. વળી, ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલે ટ્વિટર વેચાયા બાદ કહ્યુ કે ટ્વિટરનુ ભવિષ્ય અનિશ્ચિત છે.

અમારી પાસે બધા સવાલોના જવાબ નથી
ટ્વિટર વેચાયાના એલાન બાદ કર્મચારીઓને સંબોધિત કરીને પરાગ અગ્રવાલે કહ્યુ કે કંપની એલન મસ્કને કંપની વેચવા માટે રાજી થઈ ગઈ છે. જો કે, હજુ આગળની રાહ પર વાત નથી થઈ. તેમણે કહ્યુ કે અમારી પાસે બધા સવાલોના જવાબ નથી. આ સમય અનિશ્ચિતતાનો સમય છે. તમને જણાવી દઈએ કે જો પરાગ અગ્રવાલને કંપની તેમના પદ પરથી હટાવે તો રિપોર્ટ મુજબ તેમને 42 મિલિયન ડૉલરની રકમ ચૂકવવી પડશે. પરાગ અગ્રવાલે કંપનીના કર્મચારીઓનો ભરોસો અપાવ્યો છે કે તે ડીલ પૂરી થવા સુધી કંપનીના સીઈઓ રહેશે.

પરાગે ટ્વિટ કરીને કહી આ વાત
ટ્વિટરના સ્વતંત્ર બોર્ડના સભ્ય ચેર બ્રેટ ટેલરે કહ્યુ કે એક વાર જ્યારે ડીલ પૂરી થઈ જશે ત્યારે મને ખબર નથી કે કંપની કઈ દિશામાં જશે. કંપનીના વેચાયા બાદ ટ્વિટર પ્રાઈવેટ કંપની થઈ જશે, કંપનીનુ બોર્ડ ભંગ થઈ જશે. આ પહેલા પરાગ અગ્રવાલ અને એલન મસ્કે સંયુક્ત નિવેદનમાં કહ્યુ કે ટ્વિટરનો એક ઉદ્દેશ્ય અને લક્ષ્ય છે જેનાથી આખી દુનિયા પ્રભાવિત છે. અમને પોતાની ટીમ પર ગર્વ છે.

કંપનીના કર્મચારીઓ સાથે વાત કરશે એલન મસ્ક
તમને જણાવી દઈએ કે એલન મસ્ક ટ્વિટર સાથે એક સવાલ-જવાબ સેશનમાં જોડાશે. કંપનીએ પોતાના કર્મચારીઓને આ અંગે માહિતી આપી છે. ટ્વિટરે સોમવારે એલાન કર્યુ કે તે એલન મસ્ક સાથે આ વાત માટે રાજી થઈ ગયા છે કે કંપનીને 44 બિલિયન ડૉલરમાં વેચવામાં આવે અને કંપનીના દરેક શેરના બદલે શેરધારકોને 54.20 ડૉલરની રકમ આપવામાં આવશે. નોંધનીય વાત છે કે એલન મસ્કે કહ્યુ હતુ કે તે ટ્વિટરને ખરીદવા માંગે છે કારણકે અભિવ્યક્તિની આઝાદીનુ ટ્વિટર સંપૂર્ણપણે પાલન નથી કરી રહ્યુ.