For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાએ રોકેલી મદદ અંગે બોલ્યુ પાકિસ્તાનઃ ‘અમારા પૈસા પાછા આપે ટ્રમ્પ'

અમેરિકા તરફથી પાકિસ્તાનને અપાતી 300 મિલિયન ડૉલર એટલે કે લગભગ 2100 કરોડ રૂપિયાની મદદને બંધ કરી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકા તરફથી પાકિસ્તાનને અપાતી 300 મિલિયન ડૉલર એટલે કે લગભગ 2100 કરોડ રૂપિયાની મદદને બંધ કરી દેવામાં આવી છે. પાકિસ્તાનની માનીએ તો આ કોઈ સૈન્ય મદદ નહોતી જે અમેરિકાએ પાકિસ્તાનને આપવાની હતી પરંતુ આ તે રકમ હતી જે અમેરિકાએ પાકિસ્તાનને આપવાની હતી જેથી તે આતંકવાદ સામે લડી શકે. પાકિસ્તાનનો દાવો છે કે અમેરિકાને આટલી રકમ પાકને આપવાની છે અને એ પાકના જ પૈસા છે. વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીની માનીએ તો તેઓ આ મુદ્દો અમેરિકી વિદેશ મંત્રી માઈક પોપેયો સાથે વાતચીતમાં ઉઠાવશે જે પાંચ સપ્ટેમ્બરે ઈસ્લામાબાદ પહોંચી રહ્યા છે.

અમેરિકાએ પાછા આપવા જોઈએ પૈસા

અમેરિકાએ પાછા આપવા જોઈએ પૈસા

બીબીસી ઉર્દૂએ કુરેશના હવાલાથી લખ્યુ છે કે 300 મિલિયન ડૉલરની મદદ ન તો કોઈ સૈન્ય મદદ છે અને ન તો કોઈ પ્રકારની બીજા પ્રકારની મદદ છે. પરંતુ આ એ રકમ છે જે પાકિસ્તાને આતંકવાદ સામે લડાઈમાં પોતાના સંશાધનોમાંથી ખર્ચ કરી છે. અમેરિકાએ પાકિસ્તાનને આ રકમ પાછી આપવાની હતી પરંતુ હવે લાગે છે કે તે પાછી આપી શકતા નથી. તેમણે કહ્યુ કે સિદ્ધાંતોના આધારે અમેરિકાએ આ રકમ પાકિસ્તાનને પાછી આપી દેવી જોઈએ કારણકે આ સમાન હેતુ માટે ખર્ચ કરવામાં આવી હતી. તેમની માનીએ તો આ સમાન હેતુ આતંકવાદને હરાવવા સાથે શાંતિ અને સ્થિરતા જાળવવાનો હતો.

આ પણ વાંચોઃહાર્દિક પટેલના ઉપવાસનો 10મો દિવસ, ખરાબ તબિયતના કારણે લખી વસિયતઆ પણ વાંચોઃહાર્દિક પટેલના ઉપવાસનો 10મો દિવસ, ખરાબ તબિયતના કારણે લખી વસિયત

ઈસ્લામાબાદની નિષ્ફળતા

ઈસ્લામાબાદની નિષ્ફળતા

અમેરિકી સંરક્ષણ વિભાગ પેંટાગન તરફથી કહેવામાં આવ્યુ હતુ કે તેણે પાકિસ્તાનને 300 મિલિયન ડૉલરની સૈન્ય મદદ રદ કરવાનો અંતિમ નિર્ણય લીધો છે. પેંટાગન મુજબ આ નિર્ણય આંતકી સંગઠનો ખાસ કરીને લશ્કર-એ-તૈયબા અને હક્કાની નેટવર્ક સામે નિર્ણાયક કાર્યવાહી કરવા માટે ઈસ્લામાબાદની નિષ્ફળતા બાદ લીધો છે.

ટ્રમ્પની સાઉથ એશિયા નીતિનો હિસ્સો

ટ્રમ્પની સાઉથ એશિયા નીતિનો હિસ્સો

માનવામાં આવી રહ્યુ છે કે આ આકરા નિર્ણય બાદ પાકિસ્તાનના અમેરિકા સાથે સંબંધ હજુ વધુ ખરાબ થશે. આ નિર્ણયને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાઉથ એશિયા નીતિનો હિસ્સો પણ માનવામાં આવી રહ્યો છે. પેટાંગનનો આ નિર્ણય જાન્યુઆરીમાં થયેલા એ એલાન બાદ આવ્યો જેમાં બોર્ડર માટે આપવામાં આવી રહેલી મદદ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પગલાંને અમેરિકાની કોંગ્રેસનું પણ સમર્થન મળ્યુ હતુ.

આ પણ વાંચોઃપુલવામાઃ સેનાએ કેમ ઘેર્યા છે 20 ગામો? શું છે સેનાનું ખાસ સર્ચ ઓપરેશન ‘કાસો'?આ પણ વાંચોઃપુલવામાઃ સેનાએ કેમ ઘેર્યા છે 20 ગામો? શું છે સેનાનું ખાસ સર્ચ ઓપરેશન ‘કાસો'?

English summary
After US has stopped 300 million dollar aid to Pakistan, frustrated Pakistan now claimed that Pentagon owes this money in war against terrorism.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X