
US Navy Aircraft Crash: અમેરિકી વાયુસેનાનુ વિમાન દૂર્ઘટનાગ્રસ્ત, 2 પાયલટના મોત
નવી દિલ્લીઃ અમેરિકાના અલબામામાં અમેરિકી વાયુસેનાનુ એક વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ છે. જેમાં સવાર બે પાયલટના મોત થઈ ગયા છે. અમેરિકી નેવીના જણાવ્યા મુજબ Navy T-6B Texan II ના બે પાયલટના શુક્રવાર(23 ઓક્ટોબર) મોત થઈ ગયા છે. વિમાન દૂર્ઘટનાગ્રસ્તના અલબામાના નાના વિસ્તારમાં થયુ છે. યુએસ નેવીએ મૃતક પાયલટના નામ જાહેર કરવાની મનાઈ કરી દીધી છે.
યુએસ નેવીના જણાવ્યા મુજબ આ એક ટ્રેનિંગ વિમા હતુ જેમાં બે જ પાયલટને બેસવાની જગ્યા હતી. વિમાન દૂર્ઘટના ત્યારે થઈ જ્યારે તે હવામાં 30 મીલના અંતરે હતુ. હાલમાં ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. વાયુસેના સ્થાનિક અધિકારીઓ સાથે પૂરો સહયોગ કરી રહી છે.
યુએસ નેવીના એક અધિકારીએ કહ્યુ કે અમે પાયલટોના સંબંધીઓને સૂચિત કરી દીધા છે. જો કે પાયલટોના નામ જારી કરવામાં આવ્યા નથી. તેમણે કહ્યુ કે આ દૂર્ઘટનામાં અન્ય કોઈ નાગરિકના દૂર્ઘટનાગ્રસ્ત થવાની માહિતી નથી. માહિતી મુજબ વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થયા બાદ એક ઘરમાં આગ લાગી ગઈ હતી. પરંતુ તેમાં કોઈ ઘાયલ થયુ નથી. T-6B Texan II વિમાન મોટાભાગે ટ્રેનિંગ પાયલટો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે.
T-6B Crash in Foley, AL:
— flynavy (@flynavy) October 24, 2020
A U.S. Navy T-6B Texan II aircraft crashed in Foley, Alabama, at approximately 5 p.m. CST today. The aircrew did not survive the crash. The names of the deceased will not be released until 24 hours after the next-of-kin notification.
મહેશ ભટ્ટ બૉલિવુડના ડૉન છે, ઘણી જિંદગીઓ બરબાદ કરી, મારી પાછળ પડ્યા છેઃ લુવીના લોધ