• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોણ છે નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર નાદિયા મુરાદ, શું છે તેમની કહાની

|
Google Oneindia Gujarati News

વર્ષ 2018 ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે 25 વર્ષની નાદિયા મુરાદના નામનું એલાન કરવામાં આવ્યુ છે. નાદિયા સાથે નોબેલ શાંતિ પુરસ્કાર ડૉક્ટર ડેનિસ મુકવેગેને પણ આપવામાં આવશે. બંનેને નોબેલનું શાંતિ પુરસ્કાર તેમની તે કોશિશો માટે આપવામાં આવી રહ્યુ છે જેમાં તેમણે યુદ્ધના હથિયાર રૂપે યૌન શોષણને ખતમ કરવાની કોશિશ કરી હતી. નાદિયા વર્ષ 2015માં એક એવુ નામ બની ગઈ હતી જેણે દુનિયા સામે ખતરનાક આતંકી સંગઠન આઈએસઆઈએસનો તે ચહેરો સામે લાવીને રાખ્યો હતો જેના વિશે દુનિયાએ માત્ર સાંભળ્યુ હતુ. યાજિદી સમાજની નાદિયાએ જણાવ્યુ કે કેવી રીતે આઈએસઆઈના આતંકીઓ છોકરીઓને સેક્સ ગુલામ બનાવીને પોતાના મનસૂબા પૂરા કરે છે. નાદિયા ઈરાકની પહેલી નાગરિક પણ છે જેને આ પુરસ્કાર મળ્યો છે.

સિંજરની રહેવાસી છે નાદિયા

સિંજરની રહેવાસી છે નાદિયા

નાદિયા ઈરાકના સિંજરની રહેવાસી હતી. સિંજર, ઉત્તરી ઈરાકમાં આવે છે અને સીરિયા પાસે છે. પોતાના પરિવાર સાથે તે એક ખુશીની જિંદગી જીવી રહી હતી પરંતુ વર્ષ 2014 માં જ્યારે ઈરાક પર આઈએસઆઈએસના જુલ્મની શરૂઆત થઈ તો બધુ બદલાઈ ગયુ. ડિસેમ્બર 2015 ના રોજ નાદિયા યુનાઈટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલની સામે હતી. અહીં નાદિયાએ જણાવ્યુ કે આઈએસઆઈએસના આતંકી બેભાન થવા સુધી તેની પર બળાત્કાર કરતા હતા. આતંકીઓએ તેમને આઈએસઆઈએસના જ બીજા એક આતંકીના ઘરે રાખ્યા હતા.

આ પણ વાંચોઃ ગુરમીત રામ રહીમને પંચકૂલા સીબીઆઈ કોર્ટમાંથી મળ્યા જામીનઆ પણ વાંચોઃ ગુરમીત રામ રહીમને પંચકૂલા સીબીઆઈ કોર્ટમાંથી મળ્યા જામીન

ઈસ્લામ કબૂલ કરવાનું દબાણ

ઈસ્લામ કબૂલ કરવાનું દબાણ

નાદિયાએ યુએન સામે જણાવ્યુ હતુ કે ઓગસ્ટ 2014 ના રોજ આઈએસઆઈએસના આતંકીઓએ તેમની અને 150 યાજિદી પરિવારો સાથે યાજિદી છોકરીઓને અપહ્રત કરી લીધી હતી. અહીંથી આ બધાને ઈરાકના શહેર મોસુલ લઈ જવામાં આવ્યા હતા. નાદિયાએ જણાવ્યુ કે આઈએસઆઈએસે લગભગ ત્રણ મહિના સુધી તે બધાને પોતાના સેક્સ સ્લેવ બનાવીને રાખ્યા. ઈરાકના સિંજરમાં આઈએસઆઈએસ આવતા પહેલા યાજિદી સમાજના લોકો રહેતા હતા. સિંજરના ગામ કોચોમાં નાદિયાનું ઘર હતુ. એક દિવસ અચાનક પોતાના ગામમાં આઈએસઆઈએસ આતંકીઓનું ફરમાન આવ્યુ. આતંકીઓએ બધા પર ઈસ્લામ કબૂલ કરવાનું દબાણ કર્યુ.

નાદિયાના ભાઈઓને પણ મારી નાખ્યા

નાદિયાના ભાઈઓને પણ મારી નાખ્યા

નાદિયાએ યુએનમાં આવેલા તમામ દેશોના પ્રતિનિધિઓ સામે તેમના પર થયેલા જુલ્મો વિશે જણાવ્યુ. નાદિયાએ જણાવ્યુ કે તેમના માતા પિતા અને બધા લોકો ઘરથી બહાર આવ્યા. આતંકીઓ મહિલાઓને એક બસમાં ભરીને ક્યાંક લઈ ગયા અને ગામના 300 થી વધુ પુરુષોને ગોળી મારી દીધી. નાદિયાના ભાઈને પણ મારી નાખવામાં આવ્યા હતા. ગામની વૃદ્ધ મહિલાઓને પણ મારી નાખવામાં આવી. નાદિયાએ જણાવ્યુ કે આતંકી બધી યુવતીઓને એકબીજા સાથે કોઈ સામાનની જેમ બદલતા હતા. આતંકીઓથી ડરીને ઘણી યુવતીઓએ છત પરથી કૂદીને જીવ ગુમાવી દીધા.

પ્રાર્થનાના બહાને કરતા હતા બળાત્કાર

પ્રાર્થનાના બહાને કરતા હતા બળાત્કાર

નાદિયાએ પણ ભાગવાની ઘણી કોશિશ કરી હતી પરંતુ તેને પકડી લેવામાં આવતી હતી અને પછી તેને ખૂબ માર મારવામાં આવતો. નાદિયા યુએન સિક્યોરિટી કાઉન્સિલ બાદ ઈજિપ્તની રાજધાની કાઈરોની યુનિવર્સિટી પણ ગઈ. અહીં નાદિયાએ જણાવ્યુ કે આતંકી તેના પર પ્રાર્થના કરવાનું દબાણ કરતા અને પછી તેની સાથે બળાત્કાર કરતા હતા. નાદિયાની પરિસ્થિતિએ તેને ઘણી મજબૂત બનાવી દીધી હતી. એક દિવસ મોકો જોઈને તે ત્યાંથી ભાગી નીકળી અને મોસુલના શરણાર્થી કેમ્પમાં પહોંચી. જો કે નાદિયા કેવી રીતે ભાગી તેના વિશે તે નથી જણાવતી કારણકે તેને લાગે છે કે આવુ કરવાથી બાકીની યુવતીઓ પર જોખમ વધી શકે છે. નાદિયાએ પોતાની કહાની યુએનના હ્યુમન ટ્રાફિકિંગ પર આયોજિત એક સંમેલન દરમિયાન સંભળાવી હતી. નાદિયાએ અહીં દુનિયાના બધા દેશોને અપીલ કરી હતી કે તે આઈએસઆઈએસનો ખાતમો કરે. તમને જણાવી દઈએ કે લગભગ 5000 યાજિદી મહિલાઓને આતંકીઓએ બંધક બનાવી હતી.

આ પણ વાંચોઃ S-400 Triumf મિસાઈલ: મોદી-પુતિન હસ્તાક્ષરથી લાહોરથી થનાર હુમલા થશે નિષ્ફળઆ પણ વાંચોઃ S-400 Triumf મિસાઈલ: મોદી-પુતિન હસ્તાક્ષરથી લાહોરથી થનાર હુમલા થશે નિષ્ફળ

English summary
All about Nadia Murad from IS slave to Nobel laureate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X