For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આને કહેવાય બોસ! કર્મચારીઓને આપ્યું દોઢ કરોડનું બોનસ

|
Google Oneindia Gujarati News

આમ તો કંપનીમાં કોઇનો પગાર વધે કે ના વધે બોસનો પગાર દર વર્ષે જરૂર વધતો હોય છે. વળી કેટલાક બોસ તો એટલા કંજૂસ હોય છે કે કર્મચારીના વેતન વધરવા વિષે તે સપનામાં પણ નથી વિચારતા. આજે અમે એક તેવા બોસની વાત કરવાના છીએ જેણે કંઇક તેવું કર્યું છે જેનાથી તે બની ગયો છે બોસ નંબર 1. એટલું જ નહીં તેણે તેના કર્મચારીઓને દોઢ કરોડનું બોનસ પણ આપ્યું છે.

boss

તુર્કીની એક ટેકનોલોજી કંપનીના સીઇઓએ પોતાની કંપનીના કર્મચારીઓને દોઢ લાખ પાઉન્ડનું એટલે કે દોઢ કરોડ રૂપિયાનું બોનસ આપ્યું છે. જો કે આ આંકડા સાંભળીને જ અનેક લોકોની હોશ જરૂરથી ઉડી જશે. પણ આ વાત સો ટકા સાચી છે. તુર્કીની સૌથી મોટી ઓનલાઇન ફૂડ ઓર્ડરિંગ સર્વિસ યેમેક્સપેતી.કોમના સીઇઓ અને તેના કો-ફાઉન્ડર તેવા નેવજાત આયદિને તેના કર્મચારીઓને દોઢ કરોડ રૂપિયા બનોસના રૂપે આપ્યા છે.

કંપનીનું માનવું છે કે તેની સફળતા પાછળ કર્મચારીઓનો ફાળો છે. તેમણે કહ્યું કે તેમના કર્મચારીઓનો પગાર 70 હજારથી 1 લાખ 20 હજાર રૂપિયાની વચ્ચે છે. પણ તેમણે તેમના કર્મચારીઓની ભાવનાત્મક લગાવ છે. અને માટે જ તે કંપનીનો નફો કર્મચારીઓ સાથે શેયર કરવા ઇચ્છે છે.

તમને જાણીને નવાઇ લાગશે કે ખાલી 15 વર્ષ પહેલા વર્ષ 2000માં 50 લાખ રૂપિયાની મૂડી સાથે આ કંપનીને ખોલવામાં આવી હતી. અને આજે આ કંપની દોઢ કરોડ રૂપિયાનું બોનસ કર્મચારીઓને આપી છે. જો કે આ વાંચ્યા બાદ તમારા મનમાં બેચેની થતી હોય તો તમારા બોસને આ આર્ટીકલની લિંક શેયર કરી શકો છો!

English summary
Nevzat Aydin is the CEO of a popular food delivery chain called Yemeksepeti in Turkey.He gave his employees 17 million pounds as a bonus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X