For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકી પ્રશાસને માન્યુ - અપેક્ષા કરતા વધુ થઈ રહ્યા છે Pfizer કોરોના વેક્સીનના એલર્જીક રિએક્શન

અમેરિકી વેક્સીનમાં એક મોટી ખામી જોવા મળી છે કારણકે વેક્સીન લગાવનારામાં એલર્જીના કેસ ઝડપથી વધી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

Pfizer Vaccine Update: દુનિયામાં હાલમાં અમેરિકા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે જ્યાં અત્યાર સુધી 3.26 લાખ દર્દીઓ જીવ ગુમાવી ચૂક્યા છે. જો કે હવે અમેરિકી કંપની Pfizerએ કોરોના વાયરસની વેક્સીન બનાવી લીધી છે. સાથે જ તેનુ વિતરણ પણ શરૂ કરી દેવામાં આવ્યુ છે પરંતુ આ અમેરિકી વેક્સીનમાં એક મોટી ખામી જોવા મળી છે કારણકે વેક્સીન લગાવનારામાં એલર્જીના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેના પર અમેરિકી પ્રશાસને ચિંતા વ્યક્ત કરી છે.

corona

સંયુક્ત રાજ્ય અમેરિકાએ બુધવારે જ ફાઈઝર ઈંક સાથે કોરોના વેક્સીનના 100 મિલિયનના ડોઝનો સોદો કર્યો પરંતુ વિશેષજ્ઞ સતત આના એલર્જિક રિએક્શન પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. યુકેમાં આરોગ્ય નિયામકોએ પહેલા જ આ મુદ્દે એડવાઈઝરી જારી કરી દીધી હતી. સાથે જ કહ્યુ હતુ કે એવા લોકો જેમને એલર્જી સંબંધિત કોઈ સમસ્યા હોય તે આ વેક્સીન ન લે. Operation Warp Speedના ચીફ સાઈન્ટીસ્ટ એડવાઈઝર ડૉ. મોનસેફ સલાઈના જણાવ્યા મુજબ ફાઈઝરી વેક્સીનનુ એલર્જીક રિએક્સન વૈજ્ઞાનિકોની અપેક્ષાએ વધુ થઈ રહ્યુ છે.

વળી, હેલ્થકેર પ્રોડક્ટ રેગ્યુલારિટી એજન્સી(MHRA)એ પણ બે આરોગ્યકર્મીઓમાં ગંભીર રિએક્શન થયા બાદ નેશનલ હેલ્થ સર્વિસને એડવાઈઝરી જારી કરી છે. MHRAના ચીફ ડૉ. જૂન રૉયને અમેરિકી સંસદીય કમિટીને એ પણ જણાવ્યુ કે જ્યારે ક્લિનિકલ ટ્રાયલ થઈ રહી હતી ત્યારે રિએક્શનના કેસ નહોતા આવ્યા. તેમણે આગળ કહ્યુ કે જો ટ્રાયલ દરમિયાન આવી કોઈ મુશ્કેલ આવતી તો તેના પર કામ કરવામાં આવતુ પરંતુ આપણે ટ્રાયલને વધુ મજબૂત કરવાની જરૂર છે. હવે કંપની વેક્સીનની ટ્રાયલ એ વિસ્તારોમાં પણ કરશે જ્યાં એલર્જીક બિમારીઓ સાથે જોડાયેલી જનસંખ્યા વધુ રહે છે. વળી, ગયા સપ્તાહે વેક્સીનના રિએક્શનના કેસ જાણવા મળતા જ શિકાગોની હોસ્પિટલે(Advocate Condell Medical Center)રસીકરણ રોકી દીધુ હતુ.

અમદાવાદઃ 900 કરોડની જમીનના માલિકનુ ભૂમાફિયાઓએ કર્યુ અપહરણઅમદાવાદઃ 900 કરોડની જમીનના માલિકનુ ભૂમાફિયાઓએ કર્યુ અપહરણ

English summary
America accepets allergic reactions of Pfizer vaccine is greater than expected.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X