અમેરિકા: બરાક ઓબામા અને હિલેરી ક્લિન્ટનના ઘરમાંથી બૉમ્બ મળ્યો
એમરિકાના ન્યુયોર્કમાં ડેમોક્રેટિક પાર્ટી લીડર હિલેરી ક્લિન્ટનના ઘરમાંથી એક બૉમ્બ મળી આવ્યો છે. ન્યુઝ એજેન્સી એપી અનુસાર હિલેરી ક્લિન્ટનના ન્યુયોર્કના ઘરમાંથી બૉમ્બ મળી આવ્યો છે. આ વચ્ચે વધુ એક ખબર આવી રહી છે કે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ઓફિસમાંથી પણ બૉમ્બ મળી આવ્યો છે. અમેરિકામાં આ બંને ખબરોએ સનસની મચાવી છે. પોલીસ અને સુરક્ષાબળો ઘ્વારા હિલેરી અને ઓબામાના ઘરને ઘેરી લેવામાં આવ્યું છે અને તે તરફ જઈ રહેલા બધા જ રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે.
બરાક ઓબામા અને હિલેરી ક્લિન્ટનના ઘરમાંથી બૉમ્બ મળવાની ઘટના અંગે વાઈટ હાઉસ ઘ્વારા નિંદા કરવામાં આવી છે. વાઈટ હાઉસ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારના આતંકી હુમલાનો પ્રત્યન એક કાયરતા ભરેલું પગલું છે. ત્યાં બીજી બાજુ સીએનએન ઓફિસમાં પણ એક શંકાસ્પદ પેકેટ મોકલવામાં આવ્યું છે, ત્યારપછી આખી ઓફિસ ખાલી કરાવી દેવામાં આવી હતી.
ન્યુ કેસલ પોલીસે એક નિવેદનમાં કહ્યું કે આજે સવારે ન્યુ કેસલ પીંડીમાં એફબીઆઈ અને વેસ્ટચેસ્ટર કાઉન્ટરી પોલીસ એક શંકાસ્પદ પેકેટની તપાસ કરી રહી છે. સૂત્રો અનુસાર બંને પેકેટને ઈન્ટરસેપટ કરી લેવામાં આવ્યા છે. બંને પેકેટ પર અલગ અલગ હિલેરી ક્લિન્ટનનું ઘરનું એડ્રેસ અને ઓબામાની ઓફિસનું એડ્રેસ આપવામાં આવ્યું છે.
પોલીસ હાલમાં આખા મામલે ગંભરતાપૂર્વક તપાસ કરી રહી છે અને આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. સુરક્ષામાં હાજર અધિકારીઓ બૉમ્બ મોકલનારની શોધ કરી રહ્યા છે. એપી અનુસાર આ પહેલા જોર્જ સોરસના ઘરની બહાર પણ એક વિસ્ફોટક મળ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હજુ સુધી તેમને વધારે જાણકારી નથી મળી.