For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US કોંગ્રેસ સમિતિએ પાસ કર્યો પ્રસ્તાવ, ભણાવવામાં આવશે મહાત્મા ગાંધીના વિચારો

અમેરિકી કોંગ્રેસ સમિતિએ બુધવારે એક પ્રસ્તાવ પાસ કર્યો છે જે હેઠળ અમેરિકામાં યુવાનોમાં મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરના વિચારોને યોગ્ય રીતે સ્થાપિત કરવામાં આવશે

|
Google Oneindia Gujarati News

અમેરિકી કોંગ્રેસ સમિતિએ બુધવારે એક પ્રસ્તાવ પાસ કર્યો છે જે હેઠળ અમેરિકામાં યુવાનોમાં મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરના વિચારોને યોગ્ય રીતે સ્થાપિત કરવામાં આવશે અને આ મહાન વ્યક્તિઓના વારસાને પણ આગળ વધારવામાં આવશે. અમેરિકામાં હાલમાં જ સિવિલ રાઈટ્સ આઈકન જૉન લૂઈસનુ નિધન થયુ છે. આ પ્રસંગે અમેરિકી કોંગ્રેસ સમિતિ તરફથી આ પ્રસ્તાવને પાસ કરવામાં આવ્યો છે. જેનુ સમર્થન ભારતીય મૂળના અમેરિકી કોંગ્રેસમેન એમી બેરાએ પણ કર્યુ છે.

mahatma gandhi

પ્રસ્તાવ પાસ થયા બાદ હાઉસ ફૉરેન અફેર્સ કમિટીએ ગાંધી-કિંગ એક્સચેન્જ અધિનિયમને મંજૂરી આપી દીધી છે. જે હેઠળ અમેરિકા અને ભારતમાં મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયર વિશે ભણાવવામાં આવશે. આ પ્રસ્તાવમાં જૉન લુઈસ વિશે કહેવામાં આવ્યુ છે કે તે માત્ર અમેરિકા નહિ પરંતુ આખી દુનિયા માટે હીરો હતા. જેમણે સમાજ માટે ઘણી લડાઈ લડી છે. તેમણે સમાનતા સાથે માનવતા અને ન્યાય મટે પણ અવાજ ઉઠાવ્યો હતો. એ જ રીતે જેમ મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગ જૂનિયરે સમાજ માટે કામ કર્યુ હતુ.

એવામાં આ મહાન લોકો વિશે આવનારી પેઢીઓને જણાવવુ જરૂરી છે. આ પ્રસ્તાવ મુજબ હવે બંને દેશોની સરકારો રાષ્ટ્રીય સિલેબસમાં મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગ વિશે શિક્ષણ આપશે. તમને જણાવી દઈએ કે જૉન લુઈસ વર્ષ 2009માં ભારતમાં પણ આવ્યા હતા, એ વખતે માર્ટિન લ્યુથર કિંગે ભારત આવવાના 50 વર્ષ પણ પૂરા થયા હતા. જૉન લુઈસનુ એક લાંબી બિમારી બાદ 17 જુલાઈએ 80 વર્ષની ઉંમરમાં નિધન થયુ છે. લુઈસના અંતિમ દર્શન માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નહોતા ગયા જેના પર ઘણો વિવાદ થયો હતો. જો કે ટ્રમ્પ વિરોધી અને ડેમોક્રેટીક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેન ત્યાં ગયા હતા.

20 વર્ષ જૂના ભ્રષ્ટાચાર કેસમાં જયા જેટલી અને તેમના બે સહયોગીઓને 4 વર્ષની જેલ20 વર્ષ જૂના ભ્રષ્ટાચાર કેસમાં જયા જેટલી અને તેમના બે સહયોગીઓને 4 વર્ષની જેલ

English summary
America congressional committee passes bill to promote legacies of mahatma gandhi and martin luther king
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X