For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુએસઃ CAATSA પ્રતિબંધોથી બચવુ હોય તો અમારી પાસેથી F-16 એરક્રાફ્ટ ખરીદો

ભારતે રશિયા સાથે જમીનથી હવામાં મારવાની ક્ષમતા ધરાવતા એસ-400 મિસાઈલોની ડીલ કરી દીધી છે પરંતુ અમેરિકા હજુ પણ અડિંગો જમાવી બેઠુ છે.

|
Google Oneindia Gujarati News

ભારતે રશિયા સાથે જમીનથી હવામાં મારવાની ક્ષમતા ધરાવતા એસ-400 મિસાઈલોની ડીલ કરી દીધી છે પરંતુ અમેરિકા હજુ પણ અડિંગો જમાવી બેઠુ છે. રશિયા સાથે થયેલી ડીલ દ અમેરિકાએ ભારતને કહ્યુ છે કે જો તે તેમની પાસેથી એફ-16 ફાઈટર ખરીદી લે તો તેના પર કાટ્સા (Countering America's Adversaries Through Sanctions Act) હેઠળ કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવે. પાકિસ્તાન પાસે પહેલેથી જ આ એરક્રાફ્ટ છે અને ભારત આમાં કોઈ રસ નથી દાખવી રહ્યુ. ભારતે હજુ સુધી અમેરિકાને આ સોદા પર કોઈ જવાબ આપ્યો નથી.

આ પણ વાંચોઃ આપવીતીઃ ચારેતરફ ચીસાચીસ, ચીથરોઓમાં શોધી રહ્યા હતા પોતાના પરિવારને લોકોઆ પણ વાંચોઃ આપવીતીઃ ચારેતરફ ચીસાચીસ, ચીથરોઓમાં શોધી રહ્યા હતા પોતાના પરિવારને લોકો

trump

ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર અમેરિકા ઈચ્છે છે કે રશિયા પાસેથી એસ-400 મિલાઈલો ખરીદી છે તો ભારત અમારી પાસેથઈ પણ એફ-16 લડાકુ વિમાન ખરીદે અને નવી દિલ્હી આમ કરશે તો તેને પર કાટ્સા હેઠળ કાર્યવાહી નહિ કરવામાં આવે. સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ અને અમેરિકી સચિવ જિમ મેટિસે સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ ડિફેન્સ મિનિસ્ટર્સ મીટિંગ પ્લસ (ADMM Plus) માં મુલાકાત કરી હતી.

આ પણ વાંચોઃ પંજાબમાં ગોજારો ટ્રેન અકસ્માત, 13 સેકન્ડમાં 58 લોકોનાં મોતઆ પણ વાંચોઃ પંજાબમાં ગોજારો ટ્રેન અકસ્માત, 13 સેકન્ડમાં 58 લોકોનાં મોત

નિર્મલા સીતારમણ ડિસેમ્બરન બીજા સપ્તાહ સુધી દ્વિપક્ષીય મીટિંગ માટે અમેરિકાનો પ્રવાસ કરી શકે છે પરંતુ મેટિસ ત્યાં સુધી ટ્રમ્પ એડિનિસ્ટ્રેશનનો હિસ્સો રહેશે કે નહિ તે વિશે હાલમાં સ્પષ્ટતા થઈ શકી નથી. ભારત પર પ્રતિબંધ નહિ લગાવવા માટે મેટિસ કોંગ્રેસમાં વાત મૂકી ચૂક્યા છે પરંતુ હાલમાં જ ટ્રમ્પે કહ્યુ હતુ કે રશિયા પાસેથી હથિયાર ખરીદ્યા બાદ ભારત સાથે કેવી રીતે વર્તવાનું છે તે જોઈ લેશે. હાલમાં અમેરિકાએ કોઈ એક્શન લીધી નથી પરંતુ એવુ લાગી રહ્યુ છે કે એક વાર રશિયાનું પેમેન્ટ પહોંચ્યા બાદ ટ્રમ્પ એવુ કંઈક કરી શકે છે જેનાથી નવી દિલ્હી અને વોશિંગ્ટનના સંબંધોમાં ખટાશ પેદા થાય.

ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર અમેરિકી અધિકારીઓએ કહ્યુ કે કાટ્સામાં જો ભારત છૂટ ઈચ્છુતુ હોય તો તેણે ટ્ર્મ્પ સાથે ડીલ કરવાની રહેશે. જો કે અમેરિકાએ ભારત સામે એફ-16 અને એફ-18 બંનેની ડીલ કર રાખી છે. પાકિસ્તાન એફ-16 એરક્રાફ્ટ ત્રણ દાયકાથી ઉપયોગ કરી રહ્યુ છે અને ભારતને એરક્રાફ્ટમાં કોઈ પણ રસ નથી. જો કે અમિરાકનું કહેવુ છે કે પાકિસ્તાન પાસે જે એફ-16 એરક્રાફ્ટ છે તેનાથી ઘણુ વધુ બહેતર છે એફ-16 બ્લોક 70. વળી, ભારતનું તર્ક છે એફ-16 અમારા બ્રહ્મોસને અનુકૂળ નથી.

English summary
America to India- Buy our F-16s, can give Russia deal waiver
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X