For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકા: 800 ફુટ ઉંચાઈથી પડીને ભારતીય કપલની મૌત

અમેરિકાના કેલિફોર્નિયામાં એક દર્દનાક ઘટના સામે આવી છે. જ્યાં 800 ફુટ ઉંચાઇની પહાડીઓમાંથી પડીને એક ભારતીય કપલની મૌત થઇ ચુકી છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકાના કેલિફોર્નિયામાં એક દર્દનાક ઘટના સામે આવી છે. જ્યાં 800 ફુટ ઉંચાઇની પહાડીઓમાંથી પડીને એક ભારતીય કપલની મૌત થઇ ચુકી છે. કેલિફોર્નિયાની યેસોમિટી નેશનલ પાર્કમાં દુર્ગમ ક્ષેત્રથી જોડાયેલી પહાડીઓમાં 29 વર્ષના વિષ્ણુ વિશ્વનાથ અને 30 વર્ષની તેમની પત્ની મીનાક્ષીની લાશ સોમવારે મળી આવી. ભારતીય કપલની મૌત યેસોમિટી નેશનલ પાર્કના ટાઈફ પોઈન્ટથી પડવાને કારણે થઇ છે.

Indian couple

રિપોર્ટ અનુસાર વિશ્વનાથને સીરકોમાં નોકરી મળ્યા પછી દંપતી હાલમાં જ ન્યુયોર્કમાં વસ્યા હતા. મીનાક્ષી અને વિશ્વનાથ દુનિયાભરની ટ્રાવેલિંગ કરીને 'હોલીડે એન્ડ હેપી અવર આફ્ટર' નામનો બ્લોગ પણ લખતા હતા. યેસોમિટી નેશનલ પાર્ક અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ કપલની મૌત એક અઠવાડિયા પહેલા થઇ હતી. ગયા અઠવાડિયે ગુરુવારે રેન્જર્સે કેલિફોર્નિયાની પહાડીઓમાંથી તેમની લાશ શોધી.

દંપતીએ વર્ષ 2006 દરમિયાન કમ્પ્યુટર સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં ચેંગનુંર કોલેજથી એન્જીનીયરીગ કર્યું હતું. બંનેને ટ્રાવેલ કરવાનો શોખ હતો અને તેઓ 'હોલીડે એન્ડ હેપી અવર આફ્ટર' નામનો બ્લોગ પણ ચલાવી રહ્યા હતા. તેમનું સોશ્યિલ મીડિયા પેજ અને ટ્રાવેલિંગ વેબસાઈટ દુનિયાભરની યાત્રાઓથી ભરેલું છે.

હજુ સુધી આ બાબતે કોઈ પણ જાણકારી નથી મળી રહી કે કપલ કેવી રીતે પહાડીઓમાંથી નીચે પડ્યા અને જયારે આ ઘટના થઇ ત્યારે તેઓ શુ કરી રહ્યા હતા. પોલીસ અને અધિકારીઓ હાલમાં આ મામલે તપાસ કરી રહ્યા છે.

English summary
America: Indian couple killed in fall from California’s Yosemite park overlook
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X