For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યૂક્રેન સંકટને કારણે જી20 સંમેલનમાં ટ્રમ્પ-પુતિન વચ્ચે થનાર વાર્તાલાપ રદ

યૂક્રેન સંકટને કારણે જી20 સંમેલનમાં ટ્રમ્પ-પુતિનની વાર્તા રદ

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જી20 શિખર સંમેલનમાં થનાર રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથેની વાતચીત રદ કરી દીધી છે. ટ્રમ્પ અને પુતિન વચ્ચે અર્જેન્ટીના બ્યૂનસ આયર્સમાં શનિવારે મુલાકાત થનાર હતી, પરંતુ યૂક્રેન સંકટને જોતા હવો વાતચીત કરી દેવામાં આવી છે. રશિયાએ પાછલા અઠવાડિયે યૂક્રેસનના ત્રણ જહાજ સહિત 24 સૈનિકોની ધરપકડ કરી લીધી હતી, ત્યારથી જ તણાવ પેદા થયો છે.

વાર્તાલાપ રદ

વાર્તાલાપ રદ

જી20 શિખર સંમેલનમાં પહેલા રશિયા સાથે વાતચીત કેન્સલ કરતા ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યાં. રશિયાએ યૂક્રેનના જહાજ અને એમના સૈનિકોને છોડવાનો ઈનકાર કર્યા બાદ ટ્રમ્પે સત્તાવાર રીતે પુતિન સાથે મુલાકાત ન કરવાનું જણાવ્યું. જો કે રશિયા તરફથી હજુ સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

શું છે કારણ?

શું છે કારણ?

ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું, એ તથ્યના આધાર પર કે જહાજો અને નાવિકોને રશિયાથી યૂક્રેન પરત મોકલવામાં ન આવ્યા, આ માટે મેં ફેસલો લીધો છે કે અર્જેન્ટીનામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મારી પાછલી મીટિંગ રદ કરવા માટે સંબંધિત તમામ પક્ષો માટે આ જ શ્રેષ્ઠ રહેશે. જેવો આ સ્થિતિનો હલ નિકળશે, હું ફરી એકવાર સાર્થક શિખર સંમેલનનો ઈંતેજાર કરીશ.

ટ્રમ્પે શું કહ્યું

ટ્રમ્પે શું કહ્યું

જણાવી દઈએ કે 25 નવેમ્બરે રશિયાએ અંધાધૂંધ ગોળીઓ ચલાવીને યૂક્રેનના ત્રણ સૈન્ય જહાજો અને 24 સૈનિકોને બંધન બનાવી લીધા, જે બાદ બંને દેશ એકબીજાની આમને-સામને આવી ગયા. રશિયાનો આરોપ છે કે યૂક્રેનના સૈન્ય જહાજ એમના ક્રીમિયામાં ઘૂસ્યા ઘૂસી આવ્યા હતા, જે બાદ એમના જહાજો જપ્ત કરી સૈનિકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ક્રીમિયા પણ યૂક્રેનનો જ ભાગ હતો, જેના પર રશિયાએ 2014માં કબ્જો કર્યો હતો. રશિયાએ પોતાની આક્રમકતાને યથાવત રાખતા બંને દેશો વચ્ચે સમુદ્ર સ્ટ્રેટ ઑફ કર્ચ સીમા પર પોતાના ટેન્કર ગોઠવી દઈ રસ્તો રોકી દીધો હતો. જે બાદ બંને દેશ વચ્ચે ખતરનાક તણાવ પેદા થયો છે. યૂક્રેનના રાષ્ટ્રપતિએ ધમકી આપી છે કે જો રશિયાએ હુમલા જેવી કોઈ હરકત કરી છે તો તેમણે ગંભીર પરિણામ ભોગવવું પડશે.

મુંબઈની વિશેષ કોર્ટે માલ્યાને ‘ભાગેડુ' ઘોષિત કરવા પર રોક લગાવતી અરજી ફગાવી મુંબઈની વિશેષ કોર્ટે માલ્યાને ‘ભાગેડુ' ઘોષિત કરવા પર રોક લગાવતી અરજી ફગાવી

English summary
America President Donald Trump cancels meeting with Vladimir Putin at G-20
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X