For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Covid 19: રાષ્ટ્રપતિ બાઈડને કહ્યુ - અમે ભારતને મદદની આખી સીરિઝ મોકલી રહ્યા છે, જુઓ Video

ભારતને હવે પોતાના વિદેશી મિત્રોનો સાથ મળી રહ્યો છે. અમેરિકાએ ભારતની પૂરી મદદ કરવાનુ વચન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ કોરોના વાયરસ સામે આખો દેશ જંગ લડી રહ્યો છે. સંકટની આ ઘડીમાં ભારતને હવે પોતાના વિદેશી મિત્રોનો સાથ મળી રહ્યો છે. અમેરિકાએ ભારતની પૂરી મદદ કરવાનુ વચન આપ્યુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે તેમણે પીએમ મોદી સાથે ફોન પર વાત કરી છે અને મહામારી સામે આ જંગમાં સંપૂર્ણપણે ભારતની મદદ કરવાનુ વચન આપ્યુ છે. તેમણે કહ્યુ કે અમેરિકા ભારતને મદદ માટે કાચા માલ સાથે સાથે આખી એક શ્રૃંખલા મોકલી રહ્યુ છે જેમાં રેમડેસિવિર સાથે અન્ય દવાઓ પણ છે કે જે આ બિમારી સામે લડવામાં ભારત માટે મદદગાર સાબિત થશે.

હવે અમારો વારો છે મદદ કરવાનો

હવે અમારો વારો છે મદદ કરવાનો

બાઈડેને કહ્યુ કે અમે જલ્દી અમેરિકા નિર્મિત વેક્સીન પણ ભારત પહોંચાડીશુ. બાઈડેને કહ્યુ કે જ્યારે શરૂઆતમાં કોરોનાના કારણે અમે પરેશાન હતા ત્યારં ભારતે અમેરિકાની મદદ કરી હતી. હવે અમારો વારો છે. તમને જણાવી દઈએ કે ગયા સોમવારે રાતે 10 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે ફોન પર લાંબી વાતચીત થઈ હતી. બંને લોકોની વાતનો મુદ્દો ભારતમાં ફેલાયેલુ કોરોના સંકટ હતુ.

અમે આ સંકટની ઘડીમાં ભારત સાથે છેઃ બાઈડેન

આ વાતચીત બાદ બાઈડેને ટ્વિટ કરીને કહ્યુ હતુ કે અમે સંકટની આ ઘડીમાં ભારત સાથે છે. અમે તેમને વેક્સીન બનાવવાનો સામાન આપીશુ. પીએમ મોદીએ પણ આ વિશે ટ્વિટ કર્યુ હતુ કે આજે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે વાતચીત થઈ છે. અમે બંને દેશોમાં સતત ફેલાતી જતી કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરી છે. તેમણે બાઈડેનને મદદ માટે આભાર માન્યો હતો.

Earthquake: આસામ સહિત પૂર્વોત્તરમાં ભૂકંપના મોટા ઝટકાEarthquake: આસામ સહિત પૂર્વોત્તરમાં ભૂકંપના મોટા ઝટકા

દેશમાં કોરોનાનુ પ્રચંડ રૂપ યથાવત

દેશમાં કોરોનાનુ પ્રચંડ રૂપ યથાવત

તમને જણાવી દઈએ કે દેશમાં કોરોનાનુ પ્રચંડ રૂપ યથાવત છે. મંગળવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,23,144 નવા કેસ સામે આવ્યા છે કે જે સોમવારની સરખામણીમાં ઓછા આંકડા છે. નવા કેસો બાદ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1,76,36,307 થઈ ગઈ છે. વળી, 24 કલાકની અંદર કોરોના 2,771 લોકોએ દમ તોડી દીધો છે ત્યારબાદ મોતનો આંકડો 1,97,894 સુધી પહોંચી ગયો છે. ભારતમાં હવે સક્રિય કેસ 28,82,204 છે જ્યારે 1,45,56,209 લોકો રિકવર થઈને હોસ્પિટલથી ઘરે જઈ ચૂક્યા છે.

English summary
America sending series of help to India for covid 19: US President Joe Biden, See Video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X