કાબુલ એરપોર્ટ પર વિસ્ફોટ બાદ અમેરિકી આર્મી હાઈ એલર્ટ પર!
અફઘાનિસ્તાનમાં આતંકવાદી હુમલાની ચેતવણી વચ્ચે કાબુલ એરપોર્ટ બહાર બે મોટા વિસ્ફોટ થયા છે. સમાચાર એજન્સી રોયટર્સ મુજબ તાલિબાનના પ્રવક્તાને જણાવ્યુ છે કે, વિસ્ફોટમાં બાળકો સહિત 13 લોકો માર્યા ગયા છે. મળતી વિગતો અનુસાર એક વિસ્ફોટ બેરોન હોટલ પાસે એબી ગેટ પર થયો હતો. જ્યારે બીજો બ્લાસ્ટ ગીચ મેઇન ગેટ પર થયો છે. અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે પ્રારંભિક અહેવાલો અનુસાર આ આત્મઘાતી હુમલો હતો. વ્હાઇટ હાઉસના અધિકારીઓએ રાષ્ટ્રપતિ જો બાઈડનને કાબુલ બ્લાસ્ટ વિશે માહિતી આપી છે. અમેરિકાના રક્ષા વિભાગ પેન્ટાગને માત્ર એક વિસ્ફોટની પુષ્ટિ કરી હતી, જ્યારે તુર્કીના રક્ષા મંત્રાલયે બે મોટા વિસ્ફોટ થયા હોવાનું કહ્યું હતું.
અહેવાલો અનુસાર વિસ્ફોટમાં ઘણા લોકોના મોત થયાના સમાચાર છે. એરપોર્ટ બહાર રાહ જોઈ રહેલા એક વ્યક્તિએ જણાવ્યું કે વિસ્ફોટ એક ગીચ સ્થળે થયા છે. જ્યાં લોકો એરપોર્ટમાં પ્રવેશવાની રાહ જોઈ રહ્યા હતા. ઘણા લોકો માર્યા ગયા છે અને ઘાયલ થયા છે. કેટલાક લોકોના અંગો વિકૃત હાલતમાં જોવા મળી રહ્યા છે. ઘટના સમયે એરપોર્ટ બહાર હજારો અફઘાન નાગરિકો હાજર હતા. મૃતકોની સંખ્યામાં મોટો વધારો થઈ શકે છે.
કાબુલ એરપોર્ટ બહાર મોટો વિસ્ફોટ, અફરાતફરીનો માહોલ!
અમેરિકી સંરક્ષણ વિભાગ પેન્ટાગનના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું કે અમે કાબુલ એરપોર્ટની બહાર વિસ્ફોટની પુષ્ટિ કરીએ છીએ. આ સમયે મૃતકોની સંખ્યા અસ્પષ્ટ છે. જ્યારે અમે કરી શકીશું ત્યારે અમે વધારાની વિગતો આપીશું.
અમદાવાદમાં ભણતા અફઘાની વિદ્યાર્થીઓએ મોદી સરકારને કરી આ અપીલ
ઉલ્લેખનિય છે કે, બે દિવસ પહેલા અમેરિકાની ગુપ્તચર સંસ્થાઓએ એલર્ટ જાહેર કર્યું હતું કે કાબુલ એરપોર્ટ પર આતંકવાદી હુમલો થઈ શકે છે. તાલિબાને એમ પણ કહ્યું કે તે એરપોર્ટની બહાર રેકી કરતા ચાર ISIS લડવૈયાઓને પકડ્યા છે. કાબુલ એરપોર્ટની બહાર સવારથી જ સુરક્ષા કડક હતી. તાલિબાને લોકોને હટવા પણ કહ્યું હતું.
અમેરિકા પાસે 9/11 હુમલામાં લાદેન સામે કોઈ પુરાવા નથી - તાલિબાન
આ આત્મઘાતી હુમલા પાછળ ISIS નો હાથ હોવાની આશંકા છે. આ આતંકવાદી સંગઠને પહેલાથી જ તાલિબાન સામે નિવેદનો આપ્યા છે. આઇએસઆઇએસના સમર્થકો સોશિયલ મીડિયા પર તાલિબાન વિરુદ્ધ ઉગ્ર અભિયાન ચલાવી રહ્યા છે. ISIS એ તાલિબાનને અમેરિકાનું સહયોગી ગણાવ્યું છે.