For Quick Alerts
For Daily Alerts
118 યાત્રીઓને કરાયા મુક્ત, લીબિયાથી થયું હતું પ્લેન હાઇજેક
શુક્રવારે લીબિયાની ઇન્ટરનલ ફ્લાઇટને હાઇજેક કરવામાં આવી હતી. પણ પાછળથી હાઇજેકનું સંકટ ટળ્યું હતું. અને તમામ યાત્રીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે આફ્રિકી એરલાઇનનું વિમાન એયરબસ 320 જ્યારે રાજધાની ત્રિપોલી જઇ રહ્યું હતું ત્યારે તેને હાઇજેક કરીને માલ્ટા લઇ જવામાં આવ્યું હતું.
જો કે લગભગ 45 મિનિટ સુધી માલ્ટામાં રોકાયા બાદ નાટકિય રીતે હાઇજેકર્સે માલ્ટામાં હાઇજેકર્સે પોલિસની સામે આત્મસમર્પણ કર્યું હતું અને તે પછી તેમને પોલિસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ ફ્લાઇટમાં 118 યાત્રીઓ હતા જેમાંથી 82 પુરુષ અને 28 મહિલા અને એક નવજાત બાળક હતું.
પ્રાપ્ત માહિતી મુજબ હાઇજેકર્સ લીબિયાના શાસક મુઅમ્માર ગદ્દાકીના સમર્થક હતા. અને તેમની પાસે ટાઇમ્સ ઓફ માલ્ટામાં છપાયેલી ખબર મુજબ એક હેન્ડ ગ્રેનેડ પણ હતો. જો કે હાઇજેકર્સનું શું માંગો હતી તે બાબતે