• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફ્રાંસમાં વધુ એક હુમલો, ચર્ચમાં પાદરીને ગોળી મારી, હુમલાખોર ફરાર

|
Google Oneindia Gujarati News

પેરિસઃ ફ્રાંસના લ્યોન શહેરમાં એક ચર્ચિત પાદરી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. એક ગ્રી ઑર્થોડૉક્સ ચર્ચના પાદરીને ચર્ચની બહાર ગોળી મારી દેવામાં આવી. ફ્રાંસમાં હુમલાનો સિલસિલો થમવાનું નામ નથી લઈ રહ્યો. 72 કલાકમાં આ બીજો હુમલો છે. ડૉક્ટર્સ મુજબ નજીકથી ગોળી મારવાના કારણે પાદરીને ગંભીર ઈજા પહોંચી છે. પાદરીને ગોળી મારનાર શખ્સ ફરાર છે. પોલીસ તેને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

શનિવારે લિયોન શહેરમાં શૉટગનથી સજ્જ એક બંધુકધારીએ ઑર્થોડોક્સ પાદરીને ગોળી મારી દીધી. સ્થાનિક સમય મુજબ લગભગ 4 વાગ્યે પૂજારીને 4 ગોળી મારવામાં આવી. પાદરીની હાલત ગંભીર છે. હુમલાખોર ત્યાંથી ભાગી ગયો. પોલીસે હુમલાખોરની શોધખોળ હાથ ધરી છે. પ્રાંસના આંતરિક મંત્રાલયે ટ્વીટ કર્યું કે દક્ષિણ-પૂર્વી શહેર લિયોનમાં આ ઘટના બની. સુરક્ષા અને આપાતકાલીન કર્મી ઘટનાસ્થળ પર છે.

ત્રણ દિવસ પહેલાં ગુરુવારે સવારે 21 વર્ષના ટ્યૂનિશિયાઈ મુળના આતંકીએ નીસના ચર્ચ પર ચાકુથી હુમલો કરી દીધો હતો. બાદમાં પોલીસે આતંકવાદીને ઠાર માર્યો હતો. નીસના મેયરે જણાવ્યું કે જ્યારે હુમલાખોરને ગોલી લાગ્યા બાદ પ્રાથમિક ઉપચાર આપવામાં આવી રહ્યો હતો ત્યારે તેણે અલ્લાહૂ અકબરની બૂમ પાડી હતી.

ફ્રાંસમાં ચર્ચ પાસે ચાકુથી હુમલો, 3 લોકોના મોતફ્રાંસમાં ચર્ચ પાસે ચાકુથી હુમલો, 3 લોકોના મોત

English summary
another attack in france, shot a orthodox priest in church
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X