ચીનના દેવાજાળમાં વધુ એક દેશ ફસાયો, સોલોમનના તુલાગી દ્વીપ પર કબજો કર્યો
ચીન વિકાસના નામે કબજો જમાવવાની રાજનીતિ બનાવી રહ્યુ છે, જે દુનિયા માટે ખતરો બનતુ જઈ રહ્યુ છે. દક્ષિણ એશિયા પર ચીનનો પ્રભાવ સતત વધતો જઈ રહ્યો છે. ભારતને ઘેરવાની નીતિ હેઠળ ચીન પાડોશી દેશોમાં વિકાસના નામે પોતાની પક્કડ મજબૂત કરી રહ્યુ છે. ચીને કબજો કરવાની રણનીતિ હેઠળ હમણા બે મોટી સીક્રેટ ડીલ કરી છે. આ ડીલ કરવા માટે ચીને એજ દાવ ખેલ્યો જે તેણે શ્રીલંકા, પાકિસ્તાન, તિબ્બત, હોંગકોંગ અને બાંગ્લાદેશ સામે ખેલી તેમને પોતાની જાળમાં ફસાવ્યા હતા. ચીનની આ ડીલ ભારત માટે નહિં પણ અમેરિકા સહિતના અન્ય દેશો માટે ખતરા સમાન છે. આ ડીલથી દુનિયાની ખાસ કરીને અમેરિકાની ઉંઘ ઉડી ગઈ છે.
હાલમાં જ ચીને સોલોમન સાથે સીક્રેટ ડીલ કરી. જેમાં સોલોમનાના તુલાગી દ્વીપને 75 વર્ષ માટે લીઝ પર લીધુ છે. ચીન અને સોલોમનના રાજકીય સંબંધો બાદ આ ડીલ અમેરિકા માટે એક મોટો ઝાટકો છે. સાથે જ દુનિયાને આશ્ચર્ય પમાડનારા સમાચાર છે. ચીન તમામ દેશોને સંપન્નતાનું સ્વપ્ન દેખાડી તેને દેવા નીચે દબાવી દે છે, આ તેનું તાજુ ઉદાહરણ છે. થોડા દિવસ પહેલા ચીને પાકિસ્તાન-ભારતની કચ્છ સીમા પર હરામીનાળા નજીક 10 કીમી દૂર સ્થિત 55 વર્ગ મીટર જમીન લીઝ પર લીધી. આ જગ્યા આંતરરાષ્ટ્રીય જળસીમાથી 10 કીમી દૂર છે. આ વિસ્તાર ભારત માટે સામરિક અને સૈન્ય દ્રષ્ટિએ ઘણો મહત્વનો છે. ચીન કંપનીએ અહીં નિર્માણ કાર્ય પણ શરૂ કરી દીધુ.

દરિયાઈ માર્ગોની સુરક્ષા માટે મહત્વનુ છે આ તુલાગી દ્વીપ
આ દ્વિપ બ્રિટેન અને જાપાનનું દક્ષિણ પ્રશાંતનું હેડક્વાટર્સ રહી ચૂક્યુ છે અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ઉંડા પાણીએ તેને મજબૂત સૈન્ય હથિયાર બનાવી દીધુ હતુ. હવે આ મહત્વનું ક્ષેત્ર ચીનના કબજામાં છે. ન્યુયોર્ક ટાઈમ્સની રિપોર્ટ પ્રમાણે ગયા મહિને ચીન અને સોલોમન દ્વીપની પ્રાંતીય સરકાર વચ્ચે એક ગોપનીય કરાર થયો જે હેઠળ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલી એક કંપનીએ આખુ તુલાગી દ્વીપ અને તેની આસપાસનો વિસ્તાર વિકાસ કાર્યો માટે ખરીદી લીધો છે. આ ડીલ બાદ અમેરિકન અધિકારીઓ એલર્ટ થઈ ગયા છે. અમરિકા આ દ્વીપને દક્ષિણ પ્રશાંતમાં ચીનને રોકવા અને મહત્વના દરિયાઈ માર્ગોની સુરક્ષા માટે અગત્યનું માને છે.

રોકાણ કરવાનો વાયદો
ચીન પોતાની વૈશ્વિક મહત્વાકાંક્ષાઓને પૂરીં કરવા માટે નવી વ્યુહરચના હેઠળ વિદેશી સરકારોને પૈસાની લાલચ આપી સ્થાનીય મૂળભૂત ઢાંચામાં રોકાણ કરવાનો વાયદો કરે છે અને ત્યાર બાદ વિકાસશીલ દેશ દેવાની જાળમાં ફસાઈ જાય છે. ચીન દક્ષિણ પ્રશાંતમાં પોતાનું સૈન્ય સ્થાપિત કરવા માંગે છે.

ચીનની જાળમાં ફસાઈ ચૂક્યા છે આટલા દેશ
શ્રીલંકાએ હંબનટોટા બંદર વિકાસ પરિયોજના માટે લીધેલું ઋુણ ભરપાઈ ન કરી શકતા ચીને શ્રીલંકાના આ બંદર પર પોતાનો કબજો જમાવી લીધો. આ દેવું ભરપાઈ કરવાની સ્થિતિમાં ન રહેતા શ્રીલંકાએ ડિસેમ્બર 2017માં 99 વર્ષ માટે આ બંદર ચીનને લીઝ પર આપવું પડ્યુ. 8 અબજ ડોલરના ચીની દેવા નીચે દબાયેલા શ્રીલંકાએ પોતાના આ બંદર સાથે તેની આસપાસની 1500 એકર જમીન ચીનને સોંપવી પડી.

પાકિસ્તાન ચીનને અહીં જગ્યા આપી
હાલ પાકિસ્તાને ભારતની કચ્છ સીમા પર હરામીનાળાની નજીક 10 કીમી દૂર સ્થિત 55 વર્ગ કીમી જમીન ચીન કંપનીને લીઝ પર આપી છે. ભારત પાકિસ્તાન વચ્ચે અનેક યુદ્ધમાં પાકિસ્તાન આ ક્ષેત્રમાં બે વખત માત ખાઈ ચૂક્યુ છે. જેથી પાકિસ્તાન ચીનને અહીં જગ્યા આપી ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યુ છે. તેને લાગે છે કે ભારત હવે અહીં કંઈ કરી શકશે નહિં. સાથે જ વર્ષોથી ચીન પણ ભારતને ઘરેવાના પ્રયાસ કરી રહ્યુ છે.

પાકિસ્તાન ચીનને દેવાની જાળમાં ફસાઈ ચૂક્યુ છે.
કચ્છ સરહદ પાસે જમીન લીઝ લેતા પહેલા ચીન પાકના કરાચી પાસે સ્થિત ગ્વાદર પોર્ટને પણ વિકસિત કરી ચૂક્યુ છે. જેનું સંચાલન ચીન કરે છે. એટલું જ નહિ, પાકિસ્તાન ચીનને દેવાની જાળમાં ફસાઈ ચૂક્યુ છે. દેવું ભરપાઈ ન કરવાની સ્થિતિમાં પાકિસ્તાનના આર્થિક ગલિયારાનો કબજો આપવા તેણે મજબૂર થવું પડશે. ત્યાં જ હોંગકોંગ પર ચીને 150 વર્ષના બ્રિટેનના ઔપનિવેશિક શાસન બાદ હોંગકોંગને 99 વર્ષની લીઝ પર ચીનને સોંપવું પડ્યુ હતુ.

ચીનની નજર બાંગ્લાદેશના પાયરા બંદર પર
ચીનની નજર બાંગ્લાદેશના પાયરા બંદર પર
ભારતને ઘેરવા પાકિસ્તાનની નવી ચાલ, 55 km જમીન ચીનને આપી દીધી