• search

પોર્ન ફિલ્મમેકરે બનાવી વાંધાજનક એન્ટિ-ઇસ્લામ મૂવી

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Protestars
    વૉશિંગ્ટન, 16 સપ્ટેમ્બર : આરબ સહિતના મુસ્લિમ દેશો ઉપરાંત એશિયાના દેશોમાં મુસ્લિમોએ જે ઇસ્લામ વિરોધી ફિલ્મ સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે તે ફિલ્મ એક પોર્ન ફિલ્મમેકરે ડિરેક્ટ કરી હોવાની વાત બહાર આવી છે. વેબસાઇટ ગોકર ડોટ કોમના જણાવ્યા અનુસાર, મુસ્લિમ દેશોમાં અમેરિકા વિરોઘી વંટોળ ઉભું કરનારી એન્ટિ-ઇસ્લામ મૂવી એક સોફ્ટ પોર્ન ફિલ્મમેકર દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે.

    અહેવાલ મુજબ આ ફિલ્મ ડિરેક્ટરે 'ધ હેપ્પી હૂકર ગોસ હૉલિવૂડ' અને 'યંગ લેડી ચેટરલી' જેવી ફિલ્મો બનાવી છે. પોર્ન ફિલ્મમેકરનું નામ એલન રોબર્ટ્સ છે. ફિલ્મ મેકર 65 વર્ષના છે અને તેમને પ્રોડ્યુસર 'સેમ બસિલ' ઉર્ફે નકૌલા બસેલ નકૌલાએ ત્રણ મહિનાના અવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા ફિલ્મ શૂટમાં શૂટિંગ કરાવ્યું હતું.

    રોબર્ટ્સના સહયોગીઓનું કહેવું છે કે રોબર્ટ્સ બિન રાજકીય મત ધરાવે છે અને ક્યારેય તણે ઇસ્લામ વિરોધી ભાવનાઓને ઉજાગર કરી નથી. ફિલ્મના પ્રોડ્યુસરે અન્ય કાસ્ટ અને ક્રુની જેમ ફોસલાવી અથવા અંધારામાં રાખીને કામ કરાવ્યું છે. નકૌલાએ પિરિયડ ફિલ્મ 'ડેઝર્ટ વૉરિયર' બનાવવા કરાર કર્યા હતા. ત્યાર બાદ નકૌલાએ ફિલ્મની સાથે ફિલ્મના પાત્રોના નામ પણ બદલ્યા હતા જેમાં જ્યોર્જના પાત્રનું નામ મહોમ્મદ કરવામાં આવ્યું હતું. નકૌલાએ ફિલ્મના ડાયલોગને ફરી એ રીતે ડબ કરાવ્યા કે જેનાથી ઇસ્લામ ધર્મનો ઉપહાસ થાય.

    English summary
    According to the website gawker.com, anti-islam movie, who has started anti-American anger in Muslim countries, has directed by a porn filmmaker.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more