For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માલીમાં સેનાનો તખ્તા પલટ, રાષ્ટ્રપતિની બંદૂકની અણીએ ધરપકડ, આપ્યુ રાજીનામુ

માલીમાં સેનાએ વિદ્રોહ કરી દીધો હતો અને માલીના રાષ્ટ્રપતિ તેમજ પ્રધાનમંત્રીની બંદૂકની અણીએ ધરપકડ કરવામાં આવી હતી.

|
Google Oneindia Gujarati News

બમકોઃ માલીના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ બોબકાર કીતાએ પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. વાસ્તવમાં માલીમાં સેનાએ વિદ્રોહ કરી દીધો હતો અને માલીના રાષ્ટ્રપતિ તેમજ પ્રધાનમંત્રીની બંદૂકની અણીએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ માલીના રાષ્ટ્રપતિએ પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ અને વર્તમાન સંસદને ભંગ કરી દીધી. રાષ્ટ્રપતિએ કહ્યુ કે આજે સેનાના એક જૂથે નિર્ણય લીધો છે કે હવે હસ્તક્ષેપ જરૂરી છે, એવામાં શું મારી પાસે કોઈ વિકલ્પ હાજર છે, હું ખૂનખરાબો નથી ઈચ્છતો માટે હું અત્યારથી પોતાના પદ પરથી રાજીનામુ આપુ છુ. માલીમાં સેનાના તખ્તા પલટ બાદ હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે દેશની કમાન હવે કોના હાથમાં છે.

બંદૂકની અણીએ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીની ધરપકડ

બંદૂકની અણીએ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીની ધરપકડ

તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ કીટા અને પ્રધાનમંત્રી બોપબુ સિસેની સેનાએ બંદૂકની અણીએ ધરપકડ કરી લીધી હતી. માલીમાં છેલ્લા એક મહિનાથી રાજનીતિક અસ્થિરતા ચાલી રહી હતી પરંતુ બુધવારે સેનાએ તખ્તો પલટ કરીને રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીની બંદૂકની અણીએ ધરપકડ કરી લીધી અને હથિયાર ઉઠાવી લીધા ત્યારબાદ સૈનિકોએ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીની ધરપકડ કરી લેવામાં આવી. માનવામાં આવી રહ્યુ છે કે સેના આજના દિવસમાં નિવેદન જારી કરી શકે છે.
575171.html

ઘણા દેશોએ કરી ટીકા, યુએનની ઈમરજન્સી બેઠક આજે

ઘણા દેશોએ કરી ટીકા, યુએનની ઈમરજન્સી બેઠક આજે

વળી, પશ્ચિમ આફ્રિકાના ઘણા દેશોએ આ ઘટનાની ટીકા કરી છે. ફ્રાંસ, યુરોપિયન યુનિયન, આફ્રિકન યુનિયને સૈનિકોના આ પગલાની ટીકા કરી છે અને તેમને આ ગેરબંધારણીય સત્તા પરિવર્તન માટે ચેતવણી આપી છે. વાસ્તવમાં માલીમાં છેલ્લા એક મહિનાથી સંકટ ચાલી રહ્યુ છે. વિપક્ષ છેલ્લા ઘણા દિવસોથી રાષ્ટ્રપતિને હટાવવાની માંગ કરી રહ્યુ હતુ અને તેમની સામે પ્રદર્શન કરી રહ્યુ હતી. વિપક્ષનો તેમના પર આરોપ હતો કે રાષ્ટ્રપતિના ખોટા નિર્ણયોના કારણે દેશની અર્થવ્યવસ્થા બરબાદ થઈ રહી છે.

યુએને કરી ટીકા

યુએને કરી ટીકા

માલીમાં રાજકીય ઘટનાક્રમ પર યુનાઈટેડ નેશન્સે પોતાની નજર રાખી છે. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીની ધરપકડ કર્યા બાદ યુએનની સિક્યોરિટી કાઉન્સિલ તરફથી આજે બપોરે ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે જેમાં માલીની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. આ સત્રને બોલાવવાની માંગ ફ્રાંસ અને નાઈજર તરફથી કરવામાં આવી હતી. માલીની આ ઘટના બાદ યુએનના સેક્રેટરી જનરલ એંટોનિયા ગુટારેસે તત્કાલ પ્રભાવથી રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને મુક્ત કરવાની માંગ કરી. ગુટારેસે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીની ધરપકડની ટીકા કરીને કહ્યુ કે તત્કાલ પ્રભાવથી તેમને છોડવામાં આવે અને બંધારણીય રીતે સ્થિતિ ચાલુ કરવામાં આવે. તેમણે કહ્યુ કે અમે અહીંના ઘટનાક્રમ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ.

કોરોનાએ બગાડી દિલ્લી મેટ્રોની હાલત, સ્ટાફના પગારમાં મોટો ઘટાડોકોરોનાએ બગાડી દિલ્લી મેટ્રોની હાલત, સ્ટાફના પગારમાં મોટો ઘટાડો

English summary
Army mutiny in Mali, President resigns after he was detained by soldiers on gun point.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X