યુએસ સેક્રેટરીએ માનવતાવાદી પ્રયત્નો બદલ બેંગ્લોરના આ છોકરાનો આભાર માન્યો
ચેન્નઈઃ કોરોના વાયરસને પગલે 180 જેટલા દેશોમાં લૉકડાઉન જેવી સ્થિતિ છે. આવા અઘરા સમયે સૌકોઈ મજબૂર લોકોની મદદ માટે બનતું બધું જ કરવા માંગતા હોય છે. બેંગ્લોરમાં નબળા સમુદાયો સુધી મદદ પહોંચાડવાની અરુણ સિવાગ અને એક્સચેન્જ એલ્યુમનીના પ્રયત્નોના યૂએસના વિદેશ સચિવ માઈક પોમ્પીયોએ વખાણ કર્યાં.
બેંગ્લોરના મ્યુઝિશિયન, સોશિયલ એન્ટરપ્રેન્યોર અને GlobalKultureના ફાઉન્ડર અરુણ સિવાગે એક્સચેન્જ એલ્યુમ્ની સાથે મળી એપ્રિલ મહિનામાં બેંગ્લોરમાં 12000 કિલોગ્રામ ખોરાક, જરૂર સામાન અને દવાઓની વહેંચણી કરી હતી.
કોરોના વાયરસની આ મહામારીને પગલે ચાલી રહેલા લૉકડાઉનની વચ્ચે સિવાગે માનવતાવાદી કાર્ય હાથ ધરતી વખતે SCEAD ફાઉન્ડેશન અને રાગરશ્મિ ફાઉન્ડેશનને મદદ કરી.
#ExchangeAlumni getting it done in #India. @sivagarun, your humanitarian spirit and service inspires us all. https://t.co/6o6IqWA4MS
— Secretary Pompeo (@SecPompeo) April 29, 2020
તેમના વખાણની પ્રશંસા કરતા પોંપેઓએ ટ્વીટ કર્યું કે, "ભારતમાં એક્સચેન્જ એલ્યુમ્ની આ કામ કરી રહી છે. અરુણ સિવાગ તમારી માનવતાવાદી સ્પીરીટ અને સર્વિસ અમને બધાને પ્રેરિત કરી રહી છે."
We thank @exchangealumni @SivagArun founder Globalkulture for his service to ppl affected by #COVID19!This April he assisted #SCEADFoundation & #RagarashmiFoundation w/distributing 12,000kg of food, essential supplies & medicines to vulnerable communities in Bengaluru @1beatmusic pic.twitter.com/C56HBU4qAr
— US Consulate Chennai (@USAndChennai) April 26, 2020
ચેન્નઈનું યુએસ કોન્સ્યુલેટે પણ ટ્વીટ કરતા લખ્યું કે, "કોવિડ 19માં અસરગ્રસ્ત લોકોને મદદ કરવા બદલ અમે અરુણ સિવાગ અને એક્સચેન્જ એલ્યુમ્નીનો આભાર માનીએ છીએ. એપ્રિલ મહિના દરમિયાન બેંગ્લોરમાં જરૂરિયાતમંદોને મદદ કરવા માટે તેઓ આગળ આવ્યા. 12000 કિલો ફૂડ, જરૂરી સપ્લાય અને દવાની વહેંચણી કરી તેમણે SCEAD ફાઉન્ડેશન અને રાગરશ્મી ફાઉન્ડેશનની મદદ કરી છે."