For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિલીપાઇન્સમાં PM: ટ્રંપ-શિંઝો આબે સાથે મુલાકાત અને રાઇસની ખેતી

ફિલીપાઇન્સની રાજધાની મનીલામાં સોમવારે શરૂ થયેલ 31મા આસિયાન સંમેલનમાં પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ તથા જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે વચ્ચે એક બેઠક થાય એવી શક્યતા છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

ફિલીપાઇન્સની રાજધાની મનીલામાં સોમવારે શરૂ થયેલ 31મા આસિયાન સંમેલનમાં પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ તથા જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે વચ્ચે એક બેઠક થાય એવી શક્યતા છે. આને કારણે ચીનની ચિંતા વધી પડી છે. આ ત્રણ નેતાઓની બેઠકમાં ઉત્તર કોરિયાની વધતી સૈન્ય ગતિવિધિ અને પૂર્વ એશિયાના દેશો વચ્ચેની અંદરો-અંદરની અથડામણ અને દક્ષિણ ચીન મહાસાગારમાં જાપાન અને ચીન વચ્ચે ચાલી રહેલ વિવાદો પર ચર્ચા થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે ઑસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના નેતાઓ વચ્ચે ચીનના વધતા દબદબાને પડકાર સ્વરૂપે લેવાની બેઠક થઇ ચૂકી છે.

Asean

ઉદ્ઘાટન સમારોહ

પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રંપ સહિત દુનિયાભારના નેતાઓ આ સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે જોવા મળ્યા હતા. આસિયાન સંમેલનના ઉદ્ઘાટનમાં રંગારંગ કાર્યક્રમ પણ યોજાયો હતો. ઉદ્ઘાટન સમારંભમાં કલાકારોએ રામાયણ આધારિત નાટક સુંદર રીતે ભજવ્યું હતું. ઓપનિંગ સેરેમનીમાં સૌ પ્રથમ પીએમ મોદી પહોંચ્યા હતા અને ફિલીપાઇન્સના રાષ્ટ્રપતિ રૉબર્ટ દુતેર્તે તેમનું સ્વાગત કર્યું હતું. એ પછી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પહોંચ્યા હતા.

Narendra Modi

પીએમ મોદીએ કરી ખેતી

આ પહેલાં રવિવારે પીએમ મોદીએ એશિયા શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. ગાલા ડિનર દરમિયાન તેમણે ડોનાલ્ડ ટ્રંપ ઉપરાંત અન્ય પણ કેટલાક દક્ષિણ-પૂર્વના એશિયાના દેશો સાથે મુલાકાત કરી હતી. સોમવારે તેઓ મનીલાના ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(IRRI) પહોંચ્યા હતા અને અહીં ખેતી પણ કરી હતી. તેમણે અહીંની ટેક્નિક અને વર્લ્ડ ક્લાસ રાઇસ ક્વોલિટી અંગે જાણકારી મેળવી હતી. આ ઇન્સ્ટિટ્યૂટ ખાદ્ય સુરક્ષાના મુદ્દે અને વધુ સારી ગુણવત્તાના રાઇસ સિડ્સ ઉપલબ્ધ કરાવે છે અને અહીં ઘણા ભારતીય વૈજ્ઞાનિકો પણ કામ કરે છે.

English summary
ASEAN: PM Narendra Modi visits Rice Research Institute, Set for Big Meet With Donald Trump in Philippines.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X