For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેરિસમાં ફરી સનસનાટી, શખ્સે 2 લોકોને બનાવ્યા બંધક

|
Google Oneindia Gujarati News

પેરિસ, 16 જાન્યુઆરી: પેરિસમાં એકવાર ફરી લોકોને બંધક બનાવવાની ઘટના સામે આવી છે. પેરિસના કોલંબ વિસ્તારમાં એક બંધૂકધારી શખ્સે બે લોકોને પોસ્ટ ઓફિસમાં બંધક બનાવ્યા છે. જોકે હજી સ્પષ્ટ નથી થઇ શક્યું કે આ ઘટના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી છે કે કોઇ લૂટેરાઓ દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

paris
આ શખ્સે પેરિસ પોસ્ટ ઓફિસની પાસે બે લોકોને બંધક બનાવ્યા છે. પોલીસનું કહેવું છે કે હાલમાં કહી ના શકાય કે આનો સંબંધ ગયા અઠવાડીએ પેરિસમાં થયેલા આતંકવાદી હુમલા સાથે જોડાયેલો છે કે નહીં. જોકે પોલીસે આ બંને શખ્સોની ઓળખ કરી લીધી છે, જેમાંથી એક કૂખ્યાત ગુનેગાર છે, અને તેમની પાસે ભારે માત્રામાં વિસ્ફોટકો પણ છે. પોલીસે ઉત્તરી પૂર્વી પેરિસમાં સ્થિત કોલંબનો વિસ્તાર ખાલી કરાવી દીધો છે. આ ઉપરાંત હેલિકોપ્ટર પણ આકાશમાં ઊડી રહ્યા છે. આ શખ્સે હજી સુધી પોતાની માંગો સરકાર સામે રાખી નથી.

અત્રે નોંધનીય છે કે ગયા અઠવાડીયે બે આતંકવાદી ભાઇઓએ શાર્લી એબ્દોની ઓફીસ પર હુમલો કરી સંપાદક અને કાર્ટૂનિસ્ટ સહિસ 12 લોકોની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ વધુ એક શખ્શ અમેડીએ એક માર્કેટમાં લોકોને બંધક બનાવીને 4ની હત્યા કરી દીધી હતી. તેની મહિલા મિત્ર ભાગવામાં સફળ રહી હતી.

English summary
Paris hostage terror: At least 3 held by gunman at post office, negotiations have reportedly begun.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X