કાંગારુઓએ કર્યું દેવી-દેવતાઓનું અપમાન, બિયર બોટલ પર ચીતર્યા ગણેશજી!
મેલબોર્ન, 13 નવેમ્બર: ઓસ્ટ્રેલિયામાં બિયરની બોટલ પર ભગવાન ગણેશ અને લક્ષ્મીજીની તસવીરોવાળા લેબલ લગાવવા પર અત્રેના ભારતીય નાગરિકોએ પોતાનો જોરદાર વિરોધ નોંધાવ્યો છે. ભારતીય સમુદાયના નેતાઓએ ન્યૂ સાઉથ વેલ્સ પ્રાંતની 'બ્રૂકવૈલે યૂનિયન બ્રેવરી'થી આની પર માફી માંગવા અને આ તસવીરોવાળા લેબલને બોટલો પરથી તાત્કાલીક ધોરણે હટાવવાની અપીલ કરી છે.
દારુ ક્ષેત્રની આ ઔદ્યોગિક એકમે બિયરની બોટલો પર હિન્દુ દેવી-દેવતા લક્ષ્મી અને ગણેશની સંયુક્ત તસવીરોવાળા લેબલ લગાવ્યા છે. ઇન્ડિયન ઓસ્ટ્રેલિયન એસોસિએશન ઓફ ન્યૂ સાઉથ વેલ્સના અધ્યક્ષ યાદૂ સિંહે દારૂ યુનિટના આ કૃત્યને બકવાસ ગણાવ્યું છે.
તેમણે પોતાના બ્લોગમાં લખ્યું છે કે બોટલો પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની તસવીરો છે. ભગવાન ગણેશના એક હાથમાં ગાયનું માથું છે અને તેમના મસ્તકમાંથી અગ્નિ નીકળતી બતાવવામાં આવી છે. સિંહે જણાવ્યું કે આ ખૂબ જ ખરાબ અને અસંવેદનશીલ વલણ છે. આ અસ્વીકાર્ય અને આપત્તિજનક છે. જ્યારે બ્રૂકવેલે યૂનિયન બ્રેવરીએ જણાવ્યું કે આ લેબલને એશિયાઇ મહાદ્વિપની ઝલક લાવવાના ઉદ્દેશ્યથી લગાવવામાં આવ્યું છે અને આ તસવીરોનું ઉદ્દેશ્ય કોઇપણ પ્રકારની આક્રમકતા પેદા કરવાનું નથી.
આ પહેલા વર્ષ 2011માં ઓસ્ટ્રેલિયન ફેશન વીક દરમિયાન સ્વિમસૂટ પર દેવી લક્ષ્મીની તસવીરવાળું લેબલ લગાવવામાં આવ્યું હતું. વિવાદ થવાના કારણે સંબંધીત કંપનીએ માફી માગી લીધી હતી.

બિયર બોટલ પર ચીતર્યા ગણેશજી
કાંગારુઓએ કર્યું દેવી-દેવતાઓનું અપમાન

કાંગારુઓએ કર્યું દેવી-દેવતાઓનું અપમાન
બિયર બોટલ પર ચીતર્યા ગણેશજી

ઓસ્ટ્રેલિયાની કંપનીએ બિયર બોટલ પર ચીતર્યા ગણેશજી
ઓસ્ટ્રેલિયામાં બિયરની બોટલ પર ભગવાન ગણેશ અને લક્ષ્મીજીની તસવીરોવાળા લેબલ લગાવવા પર અત્રેના ભારતીય નાગરિકોએ પોતાનો જોરદાર વિરોધ નોંધાવ્યો છે.

ઇન્ડિયા નામની બિયર
અન્ય એક બિયર પર પણ ગણેશજીનું ચિત્રવાળું લેબલ લગાવવામાં આવ્યું છે. આ બિયરનું નામ ઇન્ડિયા રાખેલ છે.

ઇન્ડિયા નામની બિયર
અન્ય એક બિયર પર પણ ગણેશજીનું ચિત્રવાળું લેબલ લગાવવામાં આવ્યું છે. આ બિયરનું નામ ઇન્ડિયા રાખેલ છે.

ઇન્ડિયા નામની બિયર
અન્ય એક બિયર પર પણ ગણેશજીનું ચિત્રવાળું લેબલ લગાવવામાં આવ્યું છે. આ બિયરનું નામ ઇન્ડિયા રાખેલ છે.

ઇન્ડિયા નામની બિયર
અન્ય એક બિયર પર પણ ગણેશજીનું ચિત્રવાળું લેબલ લગાવવામાં આવ્યું છે. આ બિયરનું નામ ઇન્ડિયા રાખેલ છે.