For Quick Alerts
For Daily Alerts
..અને હોસ્પિટલે 200 જીવતા લોકોને મૃત જાહેર કરી દીધા
સિડની, 14 ઓગષ્ટ: ઓસ્ટ્રેલિયામાં એક હોસ્પિટલે ગુરુવારે 200 લોકોના મોતની નોટિસ જારી કરી દીધી જ્યારે આ લોકો હેમ-ખેમ હતા. આ તમામ 200 લોકો ઓસ્ટ્રેલિયાના ઓસ્ટિન હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ હતા. આ તમામના ફેમિલી ડોક્ટરોને ભૂલથી એક ફેક્સ મોકલી દેવામાં આવ્યો કે તેમનું નિધન થઇ ગયું છે.
આ પ્રકારની નોટિસ દર્દીને હોસ્પિટલથી રજા આપવામાં આવે ત્યારે મોકલવામાં આવે છે. ઓસ્ટિને સ્પષ્ટતા આપતા જણાવ્યું કે રજાના સ્થાને ભૂલથી મોત શબ્દનો પ્રયોગ થઇ ગયો. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, અમે આ તમામ ક્લિનિક્સ સાથે કોઇ શરત વગર માફી માગી લીધી છે. જોકે તેમાંથી મોટા ભાગના ક્લિનિક્સે અમારી ભૂલને સમજી લીધી છે. હોસ્પિટલે જણાવ્યું કે દર્દીઓની સારવાર પર તેની કોઇ અસર નથી પડી.
ઓસ્ટ્રેલિયાની મેડિકલ એસોસિએશને જણાવ્યું કે આ પ્રકારની ભૂલનો સાખી લેવાય નહીં કારણ કે આ ફેમિલીના ડોક્ટરો માટે દુ:ખદ સાબિત થઇ શકે છે. ઓસ્ટ્રેલિયાની વિરોધપક્ષની પાર્ટીના એક સાંસદે જણાવ્યું કે આનાથી માલૂમ પડે છે કે દેશમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા પર કામનો બોઝો ખૂબ જ વધારે છે.