For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૈજ્ઞાનિકોએ શોધી એઇડ્સની સારવાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

hiv
મેલબોર્ન, 19 જાન્યુઆરી: ઓસ્ટ્રેલિયાઇ શોધકર્તાઓએ દુનિયાની ઘાતક બિમારીમાંની એક એઇડ્સની સારવાર શોધી હોવાનો દાવો કર્યો છે. શોધકર્તાઓનું કહેવું છે કે એચઆઇવી વાયરસના એક પ્રોટીનમાં પરિવર્તન કરી તેના વિકાસને નિયંત્રિત કરી શકાય છે. શોધકર્તા ડેવિડ હેરિકના જણાવ્યા અનુસાર વાયરસન પ્રોટીનમાં પરિવર્તન કરીને તેના ઘાતક સંક્રમણથી બચી શકાય છે.

હેરિકે જણાવ્યું હતું કે આ લોખંડને લોખંડ કાપે તે ધારણા આધારિત છે. જોકે તેમને કહ્યું હતું કે આ પરિવર્તન પ્રોટીન એચઆઇવીની કારગર સારવાર નથી, પરંતુ પ્રયોગશાળા પરિક્ષણ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ માનવ કોશિકાઓને એઇડ્સથી સુરક્ષિત રાખે છે.

હેરિકના મત મુજબ આ ચિકિત્સાને એઇડ્સની સંભવિત સારવાર તરીકે જોઇ શકાય છે. ઓસ્ટ્રેલિયામાં લગભગ 30 હજાર લોકો એચઆઇવી સંક્રમિત છે. જો ક્લિનિકલ પરિક્ષણ સફળ રહ્યું તો ઘણીબધી દવાઓની જગ્યાએ એક પ્રોટીનથી એઇડ્સની સારવાર કરી શકાય છે. આ વર્ષની શરૂઆતમાં પશુઓ પર તેનું પરિક્ષણ કરવામાં આવે તેવી આશા છે.

English summary
Australian scientists at the Queensland Institute of Medical Research say they have found a way to use the human immunodeficiency virus, or HIV, to prevent AIDS, describing the technique as "fighting fire with fire.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X