ઑસ્ટ્રેલિયન મહિલાએ વર્ણવી દર્દનાક કહાની, શ્રીનગરમાં 2 મહિના સુધી બંદી બનાવી થયો રેપ
ઑસ્ટ્રેલિયન મહિલા કેરમન ગ્રીનટી પોતાના નવા પુસ્તક માટે હંમેશા ચર્ચામાં રહે છે. ચર્ચાનુ સૌથી મોટુ કારણ છે તેનો ભારત પ્રવાસ વિશે વર્ણવવામાં આવેલો અનુભવ. કેરમન ગ્રીનટી પૂર્વ સ્ટાર સર્ફર છે જે વર્ષ 2004માં ભારત યાત્રા પર આવી હતી પરંતુ આ દરમિયાન તેની સાથે જે કંઈ થયુ છે તે ખૂબ જ શરમજનક છે. તેને જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં એક હાઉસબોટમાં લગભગ બે મહિના સુધી બંદી બનાવીને રાખવામાં આવી જ્યાં રોજ તેની સાથે રેપ કરવામાં આવતો હતો. આ દર્દનાક કહાનીનો ઉલ્લેખ તેણે પોતાના પુસ્તક 'અ ડેન્જરસ પર્સ્યુટ ઑફ હેપ્પીનેસ' (A Dangerous Pursuit of Happiness)માં કર્યો છે.

એ વખતે કેરમન 22 વર્ષની હતી
કેરમને પુસ્તકમાં જણાવ્યુ કે એક સ્થાનિક કાશ્મીર પુરુષે તેને પોતાની હાઉસબોટમાં બંધક બનાવીને રાખી હતી. તે રોજ તેની સાથે રેપ કરતો અને વિરોધ કરવા પર મારપીટ પણ કરતો. આ સાથે જ તેનુ ધર્મ પરિવર્તન કરાવવાની પણ કોશિશ કરવામાં આવી. એ વખતે તેની ઉંમર 22 વર્ષની હતી. તેણે તેમાં લખ્યુ છે કે તે ભારત એટલા માટે આવી હતી જેથી ધર્મશાળામાં દલાઈ લામા સાથે મુલાકાત કરી શકે. ડેઈલી મેલ સાથે વાતચીતમાં તેણે કહ્યુ કે દિલ્લી આવ્યા બાદ તે અમુક ઠગોની જાળમાં ફસાઈ ગઈ જે ખુદને સરકારી ટુરિઝમ ઑપરેટર્સ ગણાવાતા હતા.

બે મહિના સુધી બંધક બનાવીને રાખી
ત્યારબાદ તેને છેતરીને શ્રીનગરની ફ્લાઈમાં બેસાડી દેવામાં આવી. જ્યાં તેને કથિત બળાત્કારી રફીક અહેમદ દુંદુએ રિસીવ કરી. આ વ્યક્તિ તેને પોતાની હાઉસબોટમાં લઈને ગયો અને ત્યાં બે મહિના સુધી બંધક બનાવીને રાખી. આ સાથે જ તે ત્યાંથી ભાગી ના શકે એટલા માટે તેનો પાસપોર્ટ અને બાકીનો સામાન છીનવી લીધો. કેરમન કહે છે કે આ વ્યક્તિએ વારંવાર તેની સાથે રેપ કર્યો. ચોંકાવનારી વાત એ છે કે આ હાઉસબોટમાં દુંદુ ઉપરાંત તેની પત્ની, માતાપિતા, ભાઈ અને બાળકો પણ રહેતા હતા. આ બધા લોકો આ ગુનાને જોઈ રહ્યા હતા પરંતુ ચૂપ હતા. કોઈએ પણ કેરમનની મદદ કરવાની કોશિશ કરી નહિ.

આરોપી 6 મહિના જેલમાં રહ્યો
કેરમન આગળ કહે છે કે જ્યારે તે ત્યાંથી બચીને નીકળવામાં સફળ થઈ તો દુંદુ, તેના ભાઈ શબ્બીર અહમદ દુંદુની પોલિસે ધરપકડ કરી લીધી. આ લોકો માત્ર 6 મહિના સુધી જેલમાં રહ્યા પરંતુ તેમને કોઈ સજા થઈ નહિ. આવુ એટલા માટે કારણકે કેરમન સાક્ષી આપવા માટે ક્યારેય પાછી આવી નહિ. કેરમન ગ્રીનટી હવે હૉલિસ્ટિક મેડિસિનનુ કામ કરે છે. આ કેસ પ્રકાશમાં આવ્યાના 16 વર્ષ બાદ એક વાર ફરીથી ચર્ચામાં છે. એ વખતે પીડિતાની ઓળખ ગુપ્ત રાખવામાં આવી હતી. પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં એવુ કહેવામાં આવી રહ્યુ છે કે વર્ષ 2004માં જે કેસ સામે આવ્યો હતો તેમાં અમુક વિસંગતિઓ પણ હતી.

પાસપોર્ટ અને પૈસા છીનવી લીધા
એ વખતે કાર્મન બુકર રહેલી કેરમને ડેઈલી મેલ સાથે વાતચીતમાં કહ્યુ કે વર્ષ 2003માં વિમેન વર્લ્ડ ચેમ્પિયનશિપ ટૂરમાં ભાગ ન લઈ શકવાના કારણે તેણે આધ્યાત્મિકતાની શોધ અને પ્રવાસ કરવા માટે બ્રેક લીધો હતો. ત્યારબાદ તે દિલ્લી અને પછી શ્રીનગર પહોંચી. દુંદુએ તેને કહ્યુ કે એકલી મહિલાનુ બહાર રહેવુ ખતરનાક છે એટલા માટે તેેણે તેની(દુંદુ)સાથે રહેવુ જોઈએ. દુંદુએ તેને કહ્યુ કે ધર્મશાલાની બસ પકડતા પહેલા તે ડાલ ઝીલ પર સ્થિત વાઈએચ સનબીમ નામની હાઉસબોટમાં આખી રાત રહી શકે છે પરંતુ અહીં પહોંચતા જ દુંદુએ તેની સાથે જબરદસ્તી કરી અને તેનો પાસપોર્ટ અને પૈસા છીનવી લીધા.

'મને તેના મોટાભાગના હુમલા યાદ નથી'
તે કહે છે, 'તે સૌથી ખરાબ અહેસાસ હતો, જ્યારે મે તેને એ બધુ આપ્યુ જે તે ઈચ્છતો હતો. ત્યારે પહેલી વાર તેણે મારો રેપ કર્યો. હું બહુ થાકી ગઈ હતી અને લડી શકતી નહોતી. અને તે જાણતી હતી કે તે અટકવાનો નથી.' કેરમન અનુસાર, 'તેને લાગ્યુ કે આ રેપ બાદ દુંદુ તેને છોડી દેશે પરંતુ તે 2 મહિના સુધી તેની સાથે રેપ કરતો રહ્યો, જ્યારે પણ તે ભાગવાની કોશિશ કરતી તો તેની સાથે મારપીટ કરતો. તે કહે છે કે મે ગણવાનુ છોડી દીધુ હતુ કે તે કેટલી વાર મારો રેપ કરી રહ્યો છે. મે તેને મારા દિમાગમાંથી કાઢી નાખ્યો છે. મને તેના મોટાભાગન હુમલા યાદ નથી.'

બળજબરીથી કુરાન વંચાવી
દુંદુએ તેના અકાઉન્ટમાંથી બધા પૈસા કાઢી લીધા અને કહેવા લાગ્યો કે પોતાતા પરિવારને બીજા પૈસા મોકલવા માટે કહે. દુંદુના પરિવારે તેને બચાવવાને બદલે પારંપરિક કાશ્મીરી કપડા પહેરવા અને દિવસમાં પાંચ વાર નમાઝ પઢવા માટે મજબૂર કરી. આ સાથે જ કુરાન પઢવા માટે કહેવામાં આવ્યુ. અહીંથી બચી નીકળવા વિશે કેરમન કહે છે કે તેના એક દોસ્તને સપનુ આવ્યુ કે તે ખતરામાં છે. ત્યારબાદ તેણે દિલ્લી સ્થિત ઑસ્ટ્રેલિયન હાઈ કમિશનને આની માહિતી આપવા કહ્યુ. પછી સ્થાનિક પોલિસને તેના વિશે માલુમ પડ્યુ.

પોતાની પાસે એક ડાયરી પણ રાખી હતી
પોલિસે પહેલા કેરમનને બચાવી પછી ફરીથી હાઉસબોટ સુધી તેના દસ્તાવેજ અને પાસપોર્ટ લેવા ગયા. ત્યારબાદ દુંદ અને તેના ભાઈની ધરપકડ કરી. કેરમને કહ્યુ કે તેણે બંદી રહેવા દરમિયાન પોતાની પાસે એક ડાયરી પણ રાખી હતી જેને બાદમાં ફાડી દીધી જ્યારે તેના દોસ્તે જણાવ્યુ કે તેને બચાવી લેવામાં આવી છે. ઑસ્ટ્રેલિયાઈ મીડિયાના એક રિપોર્ટમાં એ વખતે કહેવામાં આવ્યુ હતુ, 'કેરમન ગ્રીનટી જેમતેમ બોટમાંથી નીકળી દિલ્લી ભાગી આવી અને ઑસ્ટ્રેલિયન હાઈ કમિશનના અધિકારીઓને મળી.'
કોરોના મહામારી દરમિયાન પરીક્ષાઓ આયોજિત કરવી અનુચિતઃ રાહુલ ગાંધી