For Daily Alerts
OMG! આ 'સેલ્ફી' નહીં 'એલ્ફી' છે જેને હાથીએ લીધી છે!
[અજબ ગજબ] જો આપ ગયા વર્ષે મેકાક (વાંદરાની પ્રજાતિ)ની સેલ્ફી જોઇને દંગ રહી ગયા હોવ તો ફરી એકવાર આપના મનને તૈયાર કરી લો. આ વખતે સામે આવી છે એક હાથીની સેલ્ફી, જેને જોતા જ આપ મોઢામાં આંગળા દબાવી દેશો. હાથીની આ સેલ્ફીને 'એલ્ફી'ના નામે સંબોધિત કરવામાં આવી રહી છે.
વેબસાઇટ 'ગ્લોબલન્યૂઝ ડોટ સીએ' અનુસાર, સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર આ હાથની સેલ્ફી એલ્ફી ટ્રેંડ કરી રહી છે. યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયાના પૂર્વ વિદ્યાર્થી ક્રિસ્ટિન લેબ્લેકે તેને પોસ્ટ કરી છે.
આ એલ્ફી દક્ષિણપૂર્વ થાઇલેંડના કોહ ફાંગાન દ્વીપ પર લેવામાં આવી છે. લેબ્લેંકે 'ગ્લોબલ ન્યૂઝ ડોટ સીએ'ને જણાવ્યું કે 'હું ફોટો પાડી રહ્યો હતો અને હાથીને કેળુ ખવડાવી રહ્યો હતો. જ્યારે મારી પાસે કેળા ખતમ થઇ ગયા તો હાથીએ મારો ગોપ્રો કેમેરો લપકી લીધો. કેમેરો ટાઇમ લેપ્સ સેટિંગ પર હતો. ત્યાર બાદ સતત ઘણી સેલ્ફીઓ ખેંચાતી ગઇ. લેબ્લેંકે આ તસવીરને ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે.'
કાળા મેકાકે આવી જ એક અદભુત સેલ્ફી ગયા વર્ષે ઇન્ડોનેશિયા દ્વીપના સુલાવેસીમાં લીધી હતી. આ સેલ્ફી પર વિકીપીડિયા અને ફોટોગ્રાફરની વચ્ચે ભારે વિવાદ પણ થયો હતો. જોકે બંને તેની પર પોતાનો અધિકાર જમાવવાની કોશિશ કરી રહ્યા હતા.